સેવન સિસ્ટર તરીકે ભારતના પૂર્વોત્તરના રાજ્યો બાંગ્લાદેશે પડાવી લેવા જોઈએ…! મહમદ યુનુસના સાથીએ કર્યું સૂચન
જો ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરે તો બાંગ્લાદેશે સેવન સિસ્ટર તરીકે ઓળખાતા પૂર્વોતરના રાજ્યોનો કબજો લઈ લેવો જોઈએ એવું સૂચન બાંગ્લાદેશ રાયફલ્સના ભૂતપૂર્વ વડા મેજર જનરલ ફઝલ રહેમાને કર્યું હતું. ફઝલ રહેમાન બાંગ્લા દેશની વચગાળાની સરકારના વડા મહમદ યુનુસના ખાસ સાથી છે.
ફ્ઝલે આ મંતવ્ય સોશિયલ મીડિયા પર આપ્યું હતું. તેમણે આ રાજ્યોનો કબજો લેવા માટે જરૂર પડ્યે ચીનની મદદ લેવાની પણ સલાહ આપી હતી.તેમના આ નિવેદને ચકચાર જગાવી છે.એક તરફ મહમદ યુનુસ ભારત સાથે સબંધો સામાન્ય બનાવવા મથામણ કરી રહ્યા છે ત્યારે જ ફ્ઝુલ રહેમાનના આ નિવેદને બાંગ્લા દેશ સરકારને કફોડી સ્થિતિમાં મૂકી દીધું હતું.