બાંગ્લાદેશને લાગ્યો પાકિસ્તાનનો રંગ : વર્લ્ડકપ રમવા ભારત નહીં આવે,વર્લ્ડકપ માટે બાંગ્લાદેશ ટીમનું એલાન: હિન્દુ ક્રિકેટરને બનાવ્યો કેપ્ટન
બાંગ્લાદેશની ટીમ ICC મેન્સ ટી-20 વર્લ્ડકપ-2026 રમવા માટે ભારત નહીં આવે. બાંગ્લાદેશના રમત-ગમત સલાહકાર આસિફ નઝરુલે સોશ્યલ મીડિયા પોસ્ટ થકી આ જાહેરાત કરી હતી. નઝરુલે કહ્યું કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે બેઠક બાદ આ મુદ્દે નિર્ણય લીધો છે. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી) આ મુદ્દે શું નિર્ણય લ્યે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
આસિફ નઝરુલે ફેસબુક પર લખ્યું કે બાંગ્લાદેશ વર્લ્ડકપ રમવા માટષ ભારત નહીં જાય તેવો નિર્ણય લેવાયો છે. અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ જે ભારતીય ક્રિકેટ બોર્ડની આક્રમક સાંપ્રદાયિક નીતિઓના જવાબમાં લેવામાં આવ્યો છે.
આ નિર્ણય બાંગ્લાદેશી બોલર મુસ્તાફિઝુર રહમાનને આઈપીએલમાંથી બહાર કરાયા બાદ લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે કોલકત્તા નાઈટ રાઈડર્સને નિર્દેશ આપ્યો હતો કે મુસ્તાફિઝુર રહમાનને પોતાની ટીમમાંથી કાઢી મુકે. કેકેઆરે બોર્ડના નિયમોનું પાલન કરતા મુસ્તાફિઝુરને છૂટો કર્યો હતો.
આ પણ વાંચો :રાજકોટ સહિત રાજ્યભરમાં સોની વેપારીઓ પર તોલમાપ ખાતાના દરોડા: 370 સોના-ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ
કેકેઆરે મુસ્તાફિઝુરને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ કર્યો હતો. ભારતના અમુક ધાર્મિક અને રાજકીય સંગઠનો દ્વારા બાંગ્લાદેશી ખેલાડીઓના આઈપીએલમાં રમવા અંગે સવાલ ઉઠાવાયા હતા જે બાદ બોર્ડે આ નિર્ણય લીધો હતો.
આ પહેલાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાના ઘરેલુ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની જાહેરાત કરી હતી જેમાં ભારત વિરુદ્ધ વન-ડે અને ટી-20 શ્રેણી પણ સામેલ છે. આ શ્રેણી પહેલાં 2025માં પ્રસ્તાવિત હતી પરંતુ બાદમાં તેને ટાળવામાં આવી હતી. ટી-20 વર્લ્ડકપ-2026માં બાંગ્લાદેશના મુકાબલા કોલકત્તા અને મુંબઈમાં રમાવાને છે. કાર્યક્રમ પ્રમાણે પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ ઈડન ગાર્ડન્સમાં વિન્ડિઝ વિરુદ્ધ રમવાની છે.
વર્લ્ડકપ માટે બાંગ્લાદેશ ટીમનું એલાનઃ હિન્દુ ક્રિકેટરને બનાવ્યો કેપ્ટન
લિટનકુમાર દાસ (કેપ્ટન), તંજીદ હસન, પરવેઝ હુસૈન ઈમોન, સૈફ હસન, તૌહિદ હૃદોય, શમીમ હુસેન, નુરુલ હસન સોહન, મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહમદ, મુસ્તાફિઝુર રહમાન, તંજીમ હસન સાકિબ, તસ્કીન અહમદ, મોહમ્મદ સૈફુદ્દીન, શોરિફૂલ ઈસ્લામ.
