Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

બાંગ્લાદેશ વાયુસેનાનું F-7 વિમાન ક્રેશ : નારિયેળના વૃક્ષ સાથે અથડાયા બાદ એરક્રાફ્ટ કોલેજ પર પડતા 19 લોકોના મોત, 164 ઈજાગ્રસ્ત

Mon, July 21 2025

હજુ થોડા સમય પહેલા જ અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના સામે આવી હતી જેમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પ્લેન બીજે મેડિકલ કોલેજના મેસમાં જઈને અથડાયું હતું ત્યારે આવી જ એક ઘટના બાંગ્લાદેશમાં સામે આવી છે જેમાં બાંગ્લાદેશ વાયુસેનાનું વિમાન F-7 BGI ઢાકાના ઉત્તરા વિસ્તારના દિયાબારી વિસ્તારમાં માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. પ્રારંભિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે, જ્યારે 160 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણા બાળકો હોવાનું કહેવાય છે.

VIDEO | Dhaka: A Bangladesh Air Force F-7 aircraft crashed into a college classroom, with casualties feared. Rescue teams have reached the site, and relief operations are currently underway. Visuals from the crash site show the extent of the damage. pic.twitter.com/mVbRwOSoMT

— Press Trust of India (@PTI_News) July 21, 2025

શું છે સમગ્ર ઘટના ?

બાંગ્લાદેશમાં વાયુસેનાનું વિમાન ક્રેશ થવાની ઘટના સામે આવી હતી જેમાં એક F-7 તાલીમ વિમાન કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. વિમાન કોલેજ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે, જ્યારે 160 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માત સમયે માઇલસ્ટોન કોલેજમાં બાળકો હાજર હતા. વિમાન દુર્ઘટના બાદ શાળા-કોલેજમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ફાયર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

image-DD NEWS

નેશનલ બર્ન ઇન્સ્ટિટ્યૂટના અધિકારી પ્રોફેસર મોહમ્મદ સૈદુર રહેમાને જણાવ્યું હતું કે વાયુસેનાનું વિમાન માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. જેમાં વિમાનના પાઇલટ સહિત ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ પણ ઘટનાની પુષ્ટિ કરી છે. માહિતી મળતાં, બાંગ્લાદેશ આર્મીના સભ્યો, ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી.

મૃત્યુઆંક વધી શકે છે

ઢાકા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધુ વધી શકે છે, કારણ કે વિવિધ સત્તાવાર સૂત્રો મૃતકો અને ઘાયલોની સંખ્યા અંગે અલગ અલગ આંકડા આપી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘણા લોકોએ પોતાની નજર સમક્ષ વિમાનને ઇમારત સાથે અથડાતું જોયું હતું.

image-DD NEWS

માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં વિમાન ક્રેશ થયું

બાંગ્લાદેશ આર્મી પબ્લિક રિલેશન્સ ઓફિસે જણાવ્યું હતું કે વાયુસેનાનું તાલીમ વિમાન F-7 BGI ઢાકાના ઉત્તરા ક્ષેત્રના દિયાબારી વિસ્તારમાં માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે તાલીમ વિમાન બપોરે લગભગ 1:06 વાગ્યે ઉડાન ભરી હતી અને ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. અકસ્માત પછી, વિમાનમાં આગ લાગી હતી. આગ ઓલવવા માટે આઠ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન સ્કૂલના ગેટ પાસે ક્રેશ થયું હતું. જ્યાં વિમાન ક્રેશ થયું તે સ્કૂલ કેમ્પસમાં વર્ગો ચાલી રહ્યા હતા. ઘાયલોને એક પછી એક બહાર કાઢવામાં આવી રહ્યા છે.

#Bangladesh Air Force jet crashes into college campus in #Dhaka; one dead

A Bangladesh Air Force F7 BGI training aircraft crashed into the campus of Milestone College in Dhaka's Uttara this afternoon, leaving at least one person killed and more than 100 injured. The aircraft… pic.twitter.com/ZsRMqIPsxR

— DD News (@DDNewslive) July 21, 2025

વિમાન સ્કૂલ બિલ્ડિંગ સાથે અથડાયું

બાંગ્લાદેશી મીડિયા અનુસાર, એક પ્રત્યક્ષદર્શી સદમાન રુહસીને જણાવ્યું હતું કે વિમાન સ્કૂલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. સેના અને ફાયર સર્વિસના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા અને વિદ્યાર્થીઓ અને વાલીઓને સલામત સ્થળે લઈ ગયા. સેનાના જવાનો ઘાયલ વિદ્યાર્થીઓને તેમના હાથમાં બહાર કાઢતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : અસલામત પોલીસ : ટંકારામાં તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીના પરિવારજનોનો હુમલો

શાળાના એક શિક્ષકે જણાવ્યું કે જ્યારે વિમાન કોલેજ કેમ્પસમાં અથડાયું ત્યારે તે દસ માળની કોલેજ બિલ્ડીંગ પાસે ઊભો હતો. બપોરે 1 વાગ્યા પછી તરત જ, વિમાન તેની બાજુમાં આવેલી ત્રણ માળની શાળાની ઇમારતના આગળના ભાગમાં અથડાયું, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ અંદર ફસાઈ ગયા. કોલેજના શિક્ષકો અને સ્ટાફ વિદ્યાર્થીઓને બચાવવા દોડી આવ્યા. તેમણે કહ્યું કે મેં એક ઘાયલ વિદ્યાર્થીને બહાર કાઢ્યો અને એક મહિલા શિક્ષિકાને બળી ગયેલી હાલતમાં જોઈ.

આ પણ વાંચો : ડ્રગના બદલામાં સેક્સ: અમેરિકામાં ભારતીય મૂળના ડોક્ટરની ધરપકડ, મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ

વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે દુઃખ વ્યક્ત કર્યું

વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે

આ વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના સભ્યો, માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષક અને કર્મચારીઓ સહિત જે લોકોને નુકસાન થયું છે, એ ભરપાઈ થઈ શકે એમ નથી. આ દેશ માટે એક ખૂબ જ દુઃખદ ક્ષણ છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું

બાંગ્લાદેશ વાયુસેનાનું F-7BGI ફાઇટર જેટ ચીનમાં બનેલું

F-7BGI બાંગ્લાદેશ એરફોર્સ(BAF)નું મલ્ટીરોલ એટલે અનેક કામ કરનારું ફાઇટર જેટ છે. આ ચીનના ચેંગદુ J-7 ફાઇટરનું એડવાનવ્સ વર્ઝન છે, જે સોવિયત યુનિયનના MiG-21 પર આધારિત છે.

BAFને 2011 અને 2013ની વચ્ચે 16થી 36ની સંખ્યામાં આ ફાઇટર વિમાન મળ્યું. એને થંડરકેટ સ્ક્વોડ્રનમાં એક વચગાળાના (કામચલાઉ) ઉકેલ તરીકે સામેલ કરવામાં આવ્યું.

Tags:

Air-Force-F-7aircraftbangladeshBangladesh]Crash-on-college-buildingcrashplaneCrashtrainerjetCrashBangladesh

Share Article

Other Articles

Previous

જાતીય સતામણીની ટેવ ધરાવનારા રોમિયો ચેતજો! 7 મોટા રેલવે સ્ટેશન ઉપર ગુનેગારોને ઓળખવા AIનો થશે ઉપયોગ

Next

ડ્રગના બદલામાં સેક્સ: અમેરિકામાં ભારતીય મૂળના ડોક્ટરની ધરપકડ, મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ધરપકડ!? ટ્રમ્પે AI વિડિયો કર્યો શેર , FBIએ તેમને કોલર પકડીને નીચે ફેંક્યા
2 મિનિટutes પહેલા
જાતીય સતામણીની ટેવ ધરાવનારા રોમિયો ચેતજો! 7 મોટા રેલવે સ્ટેશન ઉપર ગુનેગારોને ઓળખવા AIનો થશે ઉપયોગ
21 મિનિટutes પહેલા
બાંગ્લાદેશ વાયુસેનાનું F-7 વિમાન ક્રેશ : નારિયેળના વૃક્ષ સાથે અથડાયા બાદ એરક્રાફ્ટ કોલેજ પર પડતા 19 લોકોના મોત, 164 ઈજાગ્રસ્ત
39 મિનિટutes પહેલા
ડ્રગના બદલામાં સેક્સ: અમેરિકામાં ભારતીય મૂળના ડોક્ટરની ધરપકડ, મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2275 Posts

Related Posts

બાંગ્લાદેશમાં કોના મૃતદેહો મળી રહ્યા છે ? કોનું ઘર સલગાવાયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
સપનાને નક્કર વાસ્તવિકતામાં બદલનાર નેવિલ સુબા
રાજકોટ
11 મહિના પહેલા
જુનાગઢમાં વરલી મટકા અને ક્રિકેટના સટ્ટાના સટ્ટા ઉપર SMCનો દરોડો:બે ની ધરપકડ,33ના નામ ખૂલ્યા 
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટમાં રૈયાધારમાં પરિણીતાનું હાર્ટ એટેકથી મોત 
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર