Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NCERTના પુસ્તક ઉપર પ્રતિબંધ: સુપ્રીમ કોર્ટે અપનાવ્યું અત્યંત આક્રમક વલણ, કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવી કહ્યું-જવાબદારી નક્કી કરો

Thu, February 26 2026

સોશિયલ સાયન્સના આઠમાં ધોરણના NCERT પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’ જેવા ઉલ્લેખન સાથેના પ્રકરણને લઈને સુપ્રીમ કોર્ટે ગુરુવારે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું અને કેન્દ્ર સરકાર તથા NCERTનીકડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાનીવાળી પીઠે કહ્યું કે ન્યાયપાલિકાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડતી કોઈ પણ બાબત સહન નહીં કરવામાં આવે, કેસ બંધ નહીં થાય અને જવાબદારો સામે કાર્યવાહી અનિવાર્ય છે. અદાલતે પુસ્તક પર તરત પ્રતિબંધ મૂકીને તમામ નકલો જપ્ત કરવાનો તથા ઓનલાઇન પ્રસાર પણ રોકવાનો આદેશ આપ્યો.

સુપ્રીમ કોર્ટે ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના ‘Role of the Judiciary in Our Society’ નામના અધ્યાયમાં “ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર” અંગે કરાયેલા ઉલ્લેખને ગંભીર મુદ્દો ગણાવ્યો છે. અદાલતના મતે આ પ્રકારની ભાષા વિદ્યાર્થીઓના મનમાં ન્યાયપાલિકા પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે. આ મુદે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતમાં રજૂઆત કરતાં જણાવ્યું કે આ લખાણ માટે જવાબદાર બે વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને કોઈ સરકારી શૈક્ષણિક સંસ્થા સાથે ભવિષ્યમાં કામ કરવાની મંજૂરી નહીં મળે. પરંતુ અદાલત તેમની આ દલીલોથી સંતુષ્ટ ન્હોતી.મુખ્ય ન્યાયાધીશે તીવ્ર શબ્દોમાં કહ્યું,“આ બહુ ગંભીર બાબત છે… ન્યાયપાલિકા આજે લોહીલુહાણ છે. કોઈને છોડવામાં નહીં આવે. કોણ જવાબદાર છે તે શોધવું જ પડશે. હેડ્સ મસ્ટ રોલ!”
અદાલતે વધુમાં કહ્યું કે આ માત્ર ભૂલ નહીં પરંતુ “ગણતરીપૂર્વકનું અને ગાઢ ષડયંત્ર” જેવું લાગે છે.તેમણે કહ્યું કે NCERT દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં “અનુચિત લખાણ અનાયાસે ઘુસી ગયું” એવું કહેવામાં આવ્યું હોવા છતાં તેમાં માફીનો સ્પષ્ટ શબ્દ જ નથી.
આ પણ વાંચો:હવે વડાપ્રધાન સમક્ષ મંત્રીઓ આપશે કામનો હિસાબ: 2 માર્ચ સુધી અહેવાલ આપવો ફરજિયાત, આગામી કેબિનેટ બેઠકમાં પરીક્ષા


મુખ્ય ન્યાયાધીશે તો એ પણ જણાવ્યું કે પુસ્તક બજારમાં હજુ ઉપલબ્ધ છે અને તેમને સ્વયં તેની નકલ મળી છે. સરકારે દલીલ કરી કે લગભગ ૩૨ નકલો બજારમાં આવી હતી અને હવે પાછી ખેંચાઈ રહી છે, પરંતુ અદાલતને આ જવાબ પૂરતો લાગ્યો નહીં.
સરકાર તરફથી વધુમાં કહેવાયું કે આખો અધ્યાય સુધારાશે. પરંતુ અદાલતે સ્પષ્ટ કર્યું કે માત્ર સુધારો પૂરતો નથી,જવાબદારી નક્કી કરવી પડશે. અદાલતે સુઓ મોટો કાર્યવાહી કરવાની પણ સંકેત આપ્યો હતો.

આ સમગ્ર મામલામાં સુપ્રીમ કોર્ટનું કડક વલણ દર્શાવે છે કે ન્યાયપાલિકાની પ્રતિષ્ઠા અંગે અદાલત કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. હવે નજર કેન્દ્ર સરકાર અને NCERT દ્વારા લેવામાં આવનારી કાર્યવાહી અને જવાબદારો સામેની કાનૂની કાર્યવાહી પર રહેશે.

સુપ્રીમ કોર્ટનો આદેશ

  • ભારત અને વિદેશમાં પુસ્તક પર પ્રતિબંધ
  • બધી નકલો જપ્ત કરો
  • ઓનલાઈન શેરિંગ પર પૂર્ણ પ્રતિબંધ
  • એક પણ નકલનું વેચાણ ન થવું જોઈએ
  • જવાબદારોની ઓળખ કરીને કાર્યવાહી કરો
  • કેન્દ્ર સરકાર અને NCERT અધ્યક્ષને નોટિસ

તુષાર મહેતાની દલીલોને ફગાવીને અદાલતે ઉધડો લીધો

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતમાં કહ્યું કે સંબંધિત લોકો સામે કડક કાર્યવાહી થશે અને તેઓ ભવિષ્યમાં UGC અથવા કોઈ મંત્રાલય સાથે કામ નહીં કરી શકે. તેમણે અદાલત સમક્ષ નિષ્કપટ માફી પણ રજૂ કરી. પરંતુ મુખ્ય ન્યાયાધીશે તીખી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે એનો કોઈ અર્થ નથી. ગોળીબાર થઈ ગયો છે અને ન્યાયપાલિકા લોહીલુહાણ છે. અદાલતે નોંધ્યું કે NCERTના જાહેર નિવેદનમાં માફીનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. અદાલતે કહ્યું કે માત્ર શબ્દોમાં ખેદ વ્યક્ત કરવો પૂરતો નથી; જવાબદારી નક્કી કરવાની રહેશે. અદાલતનું વલણ સ્પષ્ટ હતું કે ન્યાયપાલિકા સામે અપમાનજનક લખાણ સહન નહીં થાય અને કેસ બંધ નહીં થાય.

Share Article

Other Articles

Previous

ધો.10નું ગુજરાતીનું પેપર પૂર્ણ: ટેક્સ્ટબુક આધારિત પ્રશ્ન પૂછાતા  વિદ્યાર્થીઓમાં ખુશી, 5 માર્કસનું વ્યાકરણ અઘરું

Next

હવે વડાપ્રધાન સમક્ષ મંત્રીઓ આપશે કામનો હિસાબ: 2 માર્ચ સુધી અહેવાલ આપવો ફરજિયાત, આગામી કેબિનેટ બેઠકમાં પરીક્ષા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
VIROSH wedding: તેલૂગુ રીતિ-રિવાજો સાથે લગ્નના બંધનમાં બંધાયા રશ્મિકા-વિજય,વરમાળા વખતે કપલ થયું ઈમોશનલ
58 મિનિટutes પહેલા
T-20 વર્લ્ડકપનો સેમિ ફાઈનલ-ફાઈનલ ક્યાં રમાશે તે નક્કી નથી, તે પહેલાં ટિકિટનું વેચાણ શરૂ! ક્રિકેટરસિકો પણ મુંઝાયા
1 કલાક પહેલા
ધો.10નું ગુજરાતીનું પેપર પૂર્ણ: ટેક્સ્ટબુક આધારિત પ્રશ્ન પૂછાતા  વિદ્યાર્થીઓમાં ખુશી, 5 માર્કસનું વ્યાકરણ અઘરું
2 કલાક પહેલા
NCERTના પુસ્તક ઉપર પ્રતિબંધ: સુપ્રીમ કોર્ટે અપનાવ્યું અત્યંત આક્રમક વલણ, કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવી કહ્યું-જવાબદારી નક્કી કરો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2934 Posts

Related Posts

રાજકોટ સહિત આખા દેશમાં આતંક મચાવનાર ખૂંખાર ત્રીચી ગેંગ’ સકંજામાં
રાજકોટ
2 વર્ષ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકી જનતાને શું અપાયા વચન ? શું કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
કોર્નિયા ડેમેજ થયા બાદ અભિનેત્રી જસ્મીને દૃષ્ટિ ગુમાવી, બોયફ્રેન્ડ અલી ગોનીએ કર્યું કંઇક ખાસ
Entertainment
2 વર્ષ પહેલા
યુપીના મુરાદાબાદમાં મળ્યું 44 વર્ષથી બંધ ગૌરીશંકર મંદિર : ખોદકામ દરમિયાન શિવલિંગ નીકળ્યું
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર