ઈન્ડિયા ગઠબંધનમાં બબાલ, કેજરીવાલે કૂકરી ગાંડી કરી
૫ રાજ્યોમાં ચૂટણીના પરિણામ કોંગ્રેસ સહિતના પક્ષો માટે ઝટકા સમાન રહ્યા છે. ઈન્ડિયા ગઠબંધનના બેનર નીચે દરેક વિપક્ષી દળો એકસુત્ર દેખાડવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ જ્યારે પણ આ દળ ચૂંટણી સભામાં અને લોકોની વચ્ચે પહોચે છે, તો દરેક પોત પોતાની મરજી પ્રમાણે વાત કરે છે. અરવિંદ કેજરીવાલે ફરી કૂકરી ગાંડી કરી છે.
ઈન્ડિયા ગઠબંધનની આગામી તા. 19 ડિસેમ્બરે એક મહત્વની બેઠક યોજાવાની છે, અને તેના બરોબર પહેલા અરવિંદ કેજરીવાલે પંજાબના લોકો પાસેથી લોકસભા માટે 13 માથી 13 બેઠકો માંગી છે.
અરવિંદ કેજરીવાલના આ નિવેદન બાદ પંજાબમાં સીટનું વિતરણ કઈ રીતે થશે તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે. એવી શંકા રહેલી છે કે, પંજાબમાં સીટની વહેચણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંઘર્ષ વધી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આરોપ મુકતા કહ્યું કે, કેન્દ્ર સરકારે પંજાબના વિકાસના કામકાજ રોકવા માટેનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ ભષ્ટ્રાચારના મુદ્દે કોંગ્રેસ પર ટિપ્પણી કરી હતી.
પંજાબના ભંટિડામાં જનસભા સંબોધતા અરવિંદ કેજરીવાલે લોકો પાસે લોકસભાની ચૂંટણી માટે વોટ માંગ્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે, પંજાબ શહીદોની ધરતી છે. અત્યાર સુધી કોઈપણ સરકારે શહીદ થયેલા પરિવારની સંભાળ લીધી નથી.