Baba Vanga 2026 Predictions: ત્રીજુ વિશ્વ યુદ્ધ-મોટી રાજકીય ઉથલપાથલ થશે! બાબા વેંગાએ વર્ષ 2026ને લઈને કરી ડરામણી ભવિષ્યવાણી
નવું વર્ષ 2026 આવતા જ બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વેંગા સાથે જોડાયેલી આગાહીઓ ફરી ચર્ચામાં આવી છે. તેમના અનુયાયીઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, 2026 વિશ્વ માટે રાજકીય, આર્થિક અને ટેકનોલોજીકલ રીતે ઉથલપાથલ ભરેલું વર્ષ બની શકે છે. આગાહીઓમાં ત્રીજા વિશ્વ યુદ્ધની શક્યતા, વૈશ્વિક શક્તિ સંતુલનમાં ફેરફાર, આર્થિક અસ્થિરતા, ગંભીર કુદરતી દુર્ઘટનાઓ અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)થી માનવ નિયંત્રણ ખોરવાવાની ચેતવણી જેવા મુદ્દાઓ સામેલ છે.
સૌથી ગંભીર દાવો વૈશ્વિક યુદ્ધનો છે. અનુયાયીઓ માને છે કે અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે વધતા તણાવ 2026માં વિશાળ સંઘર્ષમાં ફેરવાઈ શકે છે.
આ સાથે વૈશ્વિક શક્તિનું કેન્દ્ર એશિયા તરફ ખસે તેવી આગાહી પણ ચર્ચામાં છે. ખાસ કરીને ચીનનું પ્રભુત્વ વધશે અને તે મહાસત્તા તરીકે વધુ મજબૂત બનશે, જેમાં તાઈવાન કેન્દ્રબિંદુ બનવાની શક્યતા દર્શાવવામાં આવે છે. આ ફેરફાર વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્ર પર વ્યાપક અસર કરશે.
આર્થિક મોરચે 2026માં મંદી અને નાણાકીય અસ્થિરતા વધવાની વાત કરવામાં આવે છે. બેન્કિંગ તણાવ, કરન્સી હલચલ, શેરબજારમન મંદી અને મોંઘવારી જેવી સમસ્યાઓ અગાઉના વર્ષોથી ચાલતી અસર સાથે વધુ ઘેરાઈ શકે છે.
કુદરતી દુર્ઘટનાઓ અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. આગાહીમાંભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, પૂરો અને અતિપ્રચંડ હવામાન ઘટનાઓ વધવાની સંભાવના દર્શાવવામાં આવી છે. ટેકનોલોજી ક્ષેત્રે કૃત્રિમ બુદ્ધિમત્તા (A I )માનવ જીવનના મુખ્ય ક્ષેત્રોમાં પ્રભુત્વ મેળવશે એવી આગાહી પણ કરવામાં આવે છે. નૈતિકતા, નિયંત્રણ અને નિર્ણયક્ષમતાના પ્રશ્નો 2026માં વધુ તીવ્ર બનશે એવી ચેતવણી આપવામાં આવે છે.
સૌથી ચકચારજનક દાવામાં એલિયન સંપર્કનો સમાવેશ થાય છે. આ આગાહીને કારણે પૃથ્વીના વાતાવરણમાં અજ્ઞાત પદાર્થ અથવા યાન પ્રવેશ કરશે તેવી અટકળો
ફેલાવા લાગી છે. અંતે, રાજકીય સ્તરે નેતૃત્વ પરિવર્તનની આગાહી પણ કરવામાં આવે છે, ખાસ કરીને રશિયામાં નવા નેતાની ઉદયની વાત સાથે યુક્રેન અને પ્રાદેશિક અસ્થિરતા અંગે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો કે આ તમામ દાવાઓ અત્યંત અનુમાન આધારિત ગણાય છે.
કોણ હતા બાબા વેંગા ?
બલ્ગેરિયાના પેત્રિચ વિસ્તારમાં જન્મેલા બાબા વેંગાનું સાચું નામ વેંગેલિયા પાન્ડેવા ગુશ્તેરોવા હતું. તેમણે બાળપણમાં દૃષ્ટિ ગુમાવી હતી. તેઓ કોઈ લખિત આગાહીઓ છોડ્યા વિના 1996માં અવસાન પામ્યા હતા .તેમના અનુયાયીઓ દાવો કરે છે કે તેમણે 9/11 હુમલા, પ્રિન્સેસ ડાયનાનું અવસાન અને અનેક કુદરતી આફતો જેવી ઘટનાઓ અગાઉથી જોઈ હતી. જોકે, ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકો માને છે કે તેમની આગાહીઓનો કોઈ દસ્તાવેજી પુરાવો નથી અને મોટાભાગની વાતો પાછળથી કરાયેલ વ્યાખ્યાઓ પર આધારિત છે.
