આયુષ્માન કાર્ડને કોની સાથે લિન્ક કરાવવું પડશે ? જુઓ
કેન્દ્રીય કર્મીઓ મોટા ભાગે સારવાર માટે સરકારની આરોગ્ય યોજના કાર્ડનો ઉપયોગ કરતાં હોય છે . જો તમે પણ સરકારી આરોગ્ય યોજનાના લાભાર્થી છો તો હવે આ યોજના સાથે આયુષમાન કાર્ડનું લિન્ક કરાવવું અનિવાર્ય કરી દેવાયું છે. 30 કરોડ લોકો માટે આ પ્રકારના ખબર આવ્યા છે.
સરકારે 1 એપ્રિલ 2024 થી આ નિયમ લાગુ કરી દીધો છે. એ જ રીતે 30 એપ્રિલ 2024 સુધી લિન્ક કરાવવાની સમય મર્યાદા જાહેર કરી છે. સરકારી આરોગ્ય યોજનાથી બિલકુલ ઓછા રૂપિયાથી અથવા મફત સારવાર થાય છે. આ યોજનાના કાર્ડને આયુષમાન ભારત હેલ્થ એકાઉન્ટની આઈડી બનાવીને લિન્ક કરવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1954 માં કેન્દ્ર સરકારના કર્મીઓ, પેન્શનધારકો અને એમના પરિવારજનો માટે સરકારી આરોગ્ય યોજના લોન્ચ કરાઇ હતી. અત્યારે દેશના 75 શહેરોમાં 41 લાખથી વધુ લાભાર્થી આ યોજનાઓ લાભ લઈ રહ્યા છે. હવે તેમાં સરકારે બુધવારે નવો નિયમ દાખલ કરી દીધો હતો.
આયુષમાન કાર્ડને આ યોજના સાથે લિન્ક કરાવી લેવાથી વધુ લાભ મળશે અને આરોગ્યનો ડેટા પણ જળવાયેલો રહેશે. આયુષ્માન કાર્ડ દેશમાં કરોડો લોકો પાસે છે પણ ફક્ત આ યોજના સાથે જોડાયેલા લોકો માટે નિયમ બહાર પડાયો છે.