Asia Cup 2025 : એશિયા કપની તારીખ જાહેર, વેન્યુમાં થયો મોટો બદલાવ, ભારત નહિ આ દેશમાં રમાશે ક્રિકેટનો મીની કુંભ
ક્રિકેટ લવર્સ માટે એક સારા સમાચાર છે. આ સારા સમાચાર આ વર્ષે યોજાનાર એશિયા કપ 2025 વિશે છે. ક્રિકેટમાં મીનીકુંભ એટલે કે એશિયા કપની તારીખ જાહેર કરવામાં આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ શનિવારે જાહેરાત કરી કે એશિયા કપની 2025 આવૃત્તિ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાતમાં યોજાશે. T20 ફોર્મેટમાં રમાનારી આ ખંડીય સ્પર્ધામાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન સહિત આઠ ટીમો ભાગ લેશે.

એશિયા કપ 2025 ક્યાં રમાશે?
ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો ફરી એકવાર આ બંને ટીમો વચ્ચેની હાઇ વોલ્ટેજ મેચ જોઈ શકશે. આ મેચો આ વર્ષે એશિયા કપમાં રમાશે. આ દરમિયાન, એશિયા કપની તારીખો અંગે એક મોટો ખુલાસો થયો છે. આ ટુર્નામેન્ટ આ વર્ષે 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં રમાશે.
આ 8 ટીમો ક્રિકેટ એશિયા કપ 2025માં રમશે
2025માં યોજાવાનો પુરુષ એશિયા કપ ટુર્નામેન્ટનો 17મી આવૃત્તિ હશે. જેમાં કુલ 8 ટીમો તેમાં ભાગ લેશે.
- ભારત
- અફઘાનિસ્તાન
- બાંગ્લાદેશ
- પાકિસ્તાન
- શ્રીલંકા
- UAE
- ઓમાન
- હોંગકોંગ
એશિયા કપ 2025નું ફોર્મેટ
8 ટીમોને 4-4 ના ગ્રુપમાં વહેંચવામાં આવશે. રિપોર્ટ મુજબ, ભારત અને પાકિસ્તાનની ટીમોને એક જ ગ્રુપમાં સમાવવામાં આવી શકે છે. દરેક ગ્રુપની ટોચની 2 ટીમો સુપર 4 સ્ટેજ માટે ક્વોલિફાય થશે અને બાકીની 2 ટીમો બહાર થઈ જશે. સુપર 4ની ટોચની 2 ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે.
આ પણ વાંચો : ગેંગ રેપની ચકચારી ઘટના : હોમ ગાર્ડની પરીક્ષામાં યુવતી થઇ બેભાન, ચાલુ એમ્બ્યુલન્સમાં 4 નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ
ભારતે કેટલા એશિયા કપ જીત્યા છે?
ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં સૌથી સફળ ટીમ છે, જેણે 16 સીઝનમાંથી આઠ વખત ટાઇટલ જીત્યું છે. ભારતે ટુર્નામેન્ટની પ્રથમ પાંચ સીઝનમાંથી ચાર જીતી છે અને 1988 થી 1995 વચ્ચે સતત ત્રણ વખત એશિયા કપ ટાઇટલ જીતનાર એકમાત્ર ટીમ પણ છે.
આ પણ વાંચો : VIDEO : Google Maps ફરી દગો દીધો! મેપના ભરોસે રહેલી મહિલાની કાર ખાડીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ
શું વિરાટ કોહલી 2025નો એશિયા કપ રમશે?
વિરાટ કોહલી અને રોહિત શર્મા આ ટુર્નામેન્ટમાં રમશે નહીં કારણ કે એશિયાકપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે અને બંને દિગ્ગજો T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.
