Ashwin Announces Retirement : અશ્વિન નિવૃત્તિ પહેલા ડ્રેસિંગરૂમમાં થયો ભાવુક, શું આ ખેલાડીને રિટાયરમેન્ટ વિશે પહેલાથી જ ખબર હતી ?
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી છે. મેચ પછી તે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્મા સાથે આવ્યો હતો. અને પ્રેસ કોન્ફરન્સમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે હું ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ભારતીય ટીમ સાથે આજે મારો છેલ્લો દિવસ હતો. સિરીઝમાં 1-1ની બરાબરી સાથે, અશ્વિને એડિલેડમાં બીજી ટેસ્ટમાં પ્રદર્શન કર્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિચંદ્રન અશ્વિન નિવૃતિ લેવાનો છે એ વાત ભારતીય ટીમનો એક ખેલાડી પહેલેથી જ જાણતો હતો.

હકીકતમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના અંતિમ દિવસે કોહલીએ ડ્રેસિંગ કરતી વખતે અશ્વિનને ગળે લગાવ્યો હતો. તેનો વીડિયો અને ફોટો બંને વાયરલ થઈ રહ્યા છે. કોહલી અને અશ્વિન વચ્ચે થોડી વાતચીત થઈ અને તે પછી તેણે અશ્વિનને ગળે લગાવ્યો. આ અંગે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કોહલીને આ પહેલાથી જ ખબર હતી. પરંતુ આ અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
Kohli is all of us right now ????#Ashwin pic.twitter.com/Drtwfhic23
— Delhi Capitals (@DelhiCapitals) December 18, 2024
અશ્વિને ટીમ ઈન્ડિયા માટે ઘણી યાદગાર ઈનિંગ્સ રમી
ભારતની મુશ્કેલીઓમાં અશ્વિન ઘણી વખત કામે આવ્યો છે. તેણે ટેસ્ટ મેચોમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી હતી. અશ્વિને ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સહિત ઘણી ટીમો સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટિંગની સાથે તે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. પરંતુ હવે અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે. ફેન્સે સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણી ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.
ಆಪ್ ಸ್ಪಿನರ್ @ashwinravi99 ಅವರು ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಕ್ರಿಕೆಟ್ ಗೆ ವಿದಾಯ. ಟೆಸ್ಟ್ ಕ್ರಿಕೆಟ್ ನಲ್ಲಿ ಅತಿ ಹೆಚ್ಚು ವಿಕೆಟ್ ಪಡೆದ ಎರಡನೇ ಭಾರತೀಯ ಆಟಗಾರ.
— Anand Hunashal (@ana_hunashal) December 18, 2024
ದಾಖಲೆಯ 37 ಬಾರಿ 5 ವಿಕೆಟ್ ಗೊಂಚಲು ಕಬಳಿಸಿದ್ದಾರೆ.#Ashwin #INDvsAUS #INDvsAUS #retire pic.twitter.com/DsJaFKbZIq
અશ્વિન-કોહલી વચ્ચે ગાઢ મિત્રતા
વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન લાંબા સમય સુધી સાથે રમતા હતા. આ બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા રહી છે. આથી નિવૃત્તિના અવસર પર અશ્વિનની સાથે કોહલી પણ ભાવુક થઈ ગયો હતો. તેણે અશ્વિન વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી હતી.