શ્રોફના ધંધામાં પોલીસ પડતાં જ રાજકોટના ધંધાર્થી હોસ્પિટલમાં ? જાણો શું છે પોલીસની ભૂમિકા….
રાજકોટ શહેરમાં લાખો-કરોડોના રોજિંદા વ્યવહારો, વહિવટો ધરાવતી શ્રોફ પેઢીઓ પ્રત્યે પોલીસની શરાફત, એક આવી પેઢીમાં ચોક્કસ ખાસ શાખાના ચોક્કસ સ્ટાફ પડતાં જ ત્યાં વહિવટો લાખો-કરોડોની રકમ, સાહિત્ય સાથે નીકળવા લાખેણો તાબડતોબ નિવૈદ્ય તો થયા પણ એ વેપારીને એટેક આવી જતાં પોલીસ બે-ત્રણ દિવસ વેપારી માટે હોસ્પિટલમાં ફિલ્ડિંગ (ખડેપગે) ભરવી પડી હતી ની આ ધંધા સાથે સંકળાયેલાઓમાં ચર્ચા છે.
સુંદર, સુંગારિકે આકર્ષક જેવા ઉપનામ ત્રણ અક્ષરનું નામ ધરાવતા અને અત્યારે તો શ્રોફમાં તપતા સૂરજ કે ગંગાજલ જેવા ધંધાર્થી એક વૃક્ષવાળા નામ જેવા વિસ્તારમાં શ્રોફના નામે ઓફિસ ધરાવે છે. તેમની ઓફિસ પરથી બેન્ક સમયે થેલાઓની હેરફેર થાય છે. માણસો કે વ્યક્તિઓ ચોક્કસ બેન્કો પરથી થપ્પાઓ સાથેના થેલા સાથે આવ-જા કરતા રહે છે. શહેરમાં સાહેબની ખાસમખાસ શાખા ટીમની ત્રિપુટીએ થેલા ધારકને આંતર્યો અને શેઠની ઓફિસ સુધી પહોંચ્યા હતા.
ઓફિસમાં જતા ત્યાં કહેવાય છે કે ગાંધીછાપનો ઢગલો હતો. જેથી ભાવતું હતું ને વૈદ્યએ કીધુની માફક સાહેબની લાઈમ લાઈટવાળી ખાસ શાખાની ત્રિપુટીએ કાગળો, ફાઈલો ફંફોળવા લાગ્યા, હિસાબો પૂછવા લાગ્યા હતા. ઉડતા શિકાર પાર પાડતી પાવરવાળી એ શાખાની ત્રિપુટી કે પછી કદાચ એમના સાહેબ પણ રોલમાં આવ્યા હોય કે હશે ટ્રીક મુજબ મોટી એમાઉન્ટ, સાહિત્ય જમ કરવું પડશે ? શેની રકમ છે ? બીલો શેના છે ? જીએસટી વિભાગને બોલાવવો પડશે, ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવી પડશે. આ શબ્દો સાથે ગર્ભિત ભાષાનો ઉપયોગ કરાયો. આઈપીએલ સિરીઝના મુળમાં કે પાયોનિયર જેવા એક વ્યક્તિના ભળતા નામ જેવું નામ ધરાવતા એ વેપારીને બૂરે ફસેની માફક પરસેવો છૂટયો હશે. અંતે વચલો રસ્તો શુંની માફક એક ફિગર મુકાયો અને હાના-હાના બાદ કહેવાય છે કે 40નો વ્યવહાર થયો હતો.વેપારી વ્યવહારથી એ સમયે મુક્ત તો થયા પરંતુ મોટા આંક જતો રહેતા ગભરામણ થઈ (કહેવાય છે કે કદાચ એટેક) તુરંત જ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં એ વેપારીને ખસેડવામાં આવ્યા હતા. લાખેણા વેપારી ઢળી પડયાના ખબર પાવર બ્રાન્ચને મળતા એ ત્રિપુટી હોસ્પિટલે દોડી ગઈ હતી.
કહેવાય છે કે ત્યાં રાત-દિવસ ખડેપગે રહ્યા હતા. કેમેય કરી પુરું કરવા માટે એક તબક્કે તો બધું પરત કરવા જતું કરવા માટે મન મનાવી લીધું હતું. હોસ્પિટલ ટ્રીટમેન્ટ બાદ વેપારીને ડિસ્ચાર્જ કરાતા પાવર બ્રાન્ચના કળા કરનારા એ કર્મીઓના શ્વાસ પણ હળવા બેઠા કે હાશકારો થયો હતો. કહેવાય
છે કે ક્યારેક કંઈ શોર્ટ ટાઈમ માટે ખરાબ થતું. હોય એ લોંગ ટર્મ ગેઈન કે ફાયદારૂપ બની રહે છે. શ્રોફના નામે રોજિંદા લાખેણા થેલાઓની હેરફેર, કદાચિત જીએસટી બિલિંગ પણ હોઈ શકેના વ્યવહારો કરતા એ વેપારીને માર ખાધો પણ જમાદાર જોયોની જેમ લીલીઝંડી મળી ગઈ અને પાવર બ્રાન્ચના ચોક્કસ મોટા લાખેણા બાંધણા સાથે હવે નો રોકટોક સાથે વેપારી અને પાવર બ્રાન્ચ બન્ને ખુશ- ખુશ હોવાની વાત છે. ઉપરોક્ત કોઈ બાબત અત્યારે ક્યાંય નોંધાયેલ નથી માટે જો અને તો ચર્ચા કે અફવારૂપ માનવી પડે.