અરવિંદ કેજરીવાલે સતત ત્રીજી વખત ઇડીના સમન્સને અવગણ્યું
સમન્સ રાજકીય હેતુ પ્રેરિત હોવાનો આક્ષેપ
દિલ્હીની કરેક્શન પોલિસી કેસમાં ઇડીના ત્રીજા સમસને પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અવગણ્યું હતું. ઈડીયા તેમને બુધવારે પૂછપરછ માટે ઉપસ્થિત રહેવાનું સમન્સ મોકલ્યું હતું પણ એ સમક્ષ ગેરકાય દેવાનો બચાવ કરી કેજરી વાલે હાજર થવાનું ટાળ્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ 2024 ની લોકસભાની ચૂંટણી પહેલા જ કરવામાં આવતી આ કાર્યવાહી કેજરીવાલની પ્રચાર ઝુંબેશને અટકાવવા માટેની હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ અગાઉ 21 નવેમ્બરે ઇડીએ કેજરીવાલને પ્રથમ સમન્સ મોકલ્યું હતું ત્યારે તેમણે એ સમન્સ રાજકીય હેતુ પ્રેરિત અને ગેરકાયદે હોવાનું ગણાવી પૂછપરછ માટે ઉપસ્થિત રહેવાનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં 21મી સપ્ટેમ્બરના બીજા સમન્સ સમયે તેમણે વિપશ્યના શિબિરમાં જવાનું હોવાથી ઉપસ્થિત નહી રહી શકે તેવો જવાબ આપ્યો હતો અને હવે ત્રીજી વખત પણ સમન્સને ગેરકાયદે ગણાવી તેમણે નકારી કાઢ્યું હતું. નોંધનીય છે કે આ કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મને સિસોદિયા તથા પાર્ટીના સાંસદ સંજય સિંહ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે અનેઇડી દ્વારા કેજરીવાલની પણ ધરપકાર કરવામાં આવશે તેવો આક્ષેપ આ અગાઉ આમ આદમી પાર્ટી એ કર્યો હતો.
હવે શું થઈ શકે?
કોઈપણ વ્યક્તિ ત્રણ વખત ઇડીનું સમન્સ નકારી શકે છે. ત્યાર બાદ ઇડી બિન જામીનલાયક વોરંટનીમાગણી કરી શકે છે અને તો કેજરીવાલે અદાલતમાં ઉપસ્થિત રહેવું પડે. સામા પક્ષે કેજરીવાલ આ સમન્સની કાયદેસરતાને અદાલતમાં પડકારી શકે છે અને બીજા વિકલ્પ તરીકે આગોતરા જમીન અરજી પણ કરી શકે છે.
