Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

બે વેપારીઓનું 60.98 લાખનું સોનું લઈ કારીગર રફુચક્કર : રાજકોટમાં સોની વેપારીઓ વારંવાર છેતરાય ને પોલીસ દોડયે રાખે !

Tue, December 30 2025

રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરો દ્વારા સોનું ઓળવી જવાના બનાવોમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોની બજારમાં રાઘવ કુંજ કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા બે વેપારીનું કુલ 473.5 ગ્રામ 22 કેરેટ સોનું ( કિંમત 60,98,680) લઈને પશ્ચિમ બંગાળનો કારીગર ફરાર થઈ જતાં સોની બજારમાં ચકચાર મચી ગઈ છે.

આ અંગેની વિગતો મુજબ,લક્ષ્મીવાડી મેઈન રોડ પર રહેતા અને સોની બજારની બોઘાણી શેરીમાં ‘રાઘવ કુંજ કોમ્પ્લેક્ષ’માં 201 નંબરની દુકાન ધરાવતા જીતેશભાઇ શાંતિલાલ રાણપરા (ઉ.વ. 45) દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,મૂળ બંગાળના વતની શેખ બાદશા નામના શખસ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષથી પશ્ચિમ બંગાળનો વતની શેખ બાદસા (રહે. ચંદનનગર, જી. હુગલી) નામના શખસ સાથે કમિશન પર દાગીના બનાવવાનું કામ કરતા હતા. ગત તા. 05/10/2025 ના રોજ જીતેશભાઇએ શેખ બાદસાને 235.500 ગ્રામ સોનું ‘બોર’ બનાવવા માટે આપ્યું હતું.

આરોપીએ આ કામ પાંચ દિવસમાં પૂરું કરી પરત આપવાનો વાયદો કર્યો હતો. જોકે મુદત પૂરી થવા છતાં તે દુકાને આવ્યો નહોતો જ્યારે વેપારીએ કારીગરને ફોન કર્યો ત્યારે તેણે “હું સવારે દુકાને આવી જઈશ” તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો. શંકા જતાં વેપારીએ તેના ઘરે તપાસ કરી તો ત્યાં તાળું લટકતું જોવા મળ્યું હતું. આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કારીગર રાતોરાત પોતાનો સામાન પેક કરી વતન ભાગી ગયો છે.

આ પણ વાંચો :રાજકોટમાં વાહન ચાલકો બે-લગામ: 24 કલાકમાં હિટ એન્ડ રનની ત્રણ ઘટનામાં 3 લોકોના મોત,CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ

જીતેશભાઇ આ અંગે સોની બજારમાં તપાસ કરતા સામે આવ્યું કે,શેખ બાદસા માત્ર તેમનું જ નહીં પરંતુ તેમની ઉપરની દુકાન (નં. 305) માં કામ કરતા નાજીમુદ્દીન શેખ નામના વેપારીનું પણ 238 ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે. આમ આરોપી બે વેપારીઓનો વિશ્વાસ કેળવી કુલ 473.5 ગ્રામ સોનું (કિંમત રૂ. 60.98 લાખ) સેરવી ગયો હોવાનું સામે આવ્યું હતું.ઘટના અંગે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છેકે, સોની બજારમાં અગાઉ પણ પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા લાખો-કરોડોનું સોનું લઈ ફરાર થઈ જવાના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. બંગાળથી આવીને અહીં વસવાટ કરતાં કેટલાક લેભાગુ તત્વો થોડાક સમય સુધી સોની વેપારીઓ સાથે કામ કરી જેવું કોઈ મોટું સોનું ઘડાવવા માટે તેઓ પાસે આવે કે તરત લઈને પલાયન થઈ જાય છે. વેપરીઓ વિશ્વાસે છેતરાયા રહે છે ને પોલીસ દોડતી રહે તેવુ થાય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં થર્ટી ફર્સ્ટે લઈને પોલીસનું જાહેરનામું: રાત્રે 11:55 વાગ્યાથી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે! તલવાર કે મોટા છરાથી કેક કાપવાની મનાઈ

Next

રાજકોટમાં વાહન ચાલકો બે-લગામ: 24 કલાકમાં હિટ એન્ડ રનની ત્રણ ઘટનામાં 3 લોકોના મોત,CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
5 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
5 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
5 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

અમેરિકાથી પરત ફરેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડી દેવાયા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
બાળકોને પ્રવાસે લઈ જવા માટે હવે શાળાઓ માટે ગાઇડલાઈન જાહેર: આટલા નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે
ગુજરાત
1 વર્ષ પહેલા
ડિલિવરીના દર્દથી કણસતી સગર્ભાની મદદે પહોંચેલા 108ના સ્ટાફનો મોબાઇલ ગઠીયો સરકાવી ગયો! રાજકોટની ઘટના
ક્રાઇમ
4 મહિના પહેલા
ગોંડલ રોડ ઉપર પતિએ ભૂલથી લિફ્ટ ચાલુ કરી દેતા ફસાઈ જતાં પત્નીનું મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર