IAS નેહા કુમારીની ધરપકડ કરી બરતરફ કરો : જીજ્ઞેશ મેવાણી
રાષ્ટ્રપતિને ઉદ્દેશીને વડગામનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો પત્ર!
તાજેતરમાં દલિત યુવાન સામે અણછાજતી ભાષાનો ઉપયોગ કરનાર મહીસાગર જિલ્લાના કલેકટર નેહાકુમારીની ધરપકડ કરીને તેમને નોકરીમાંથી બરતરફ કરવાની માંગ વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉઠાવી છે. આ અંગે તેમણે દેશના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને એક પત્ર પણ લખ્યો છે.
મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી એ 23 ઓકટોબરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સૌની હાજરીમાં દલિત યુવાન વિજય પરમાર માટે કાયદાથી પ્રતિબંધિત શબ્દ વાપરી ” ચપ્પલ સે મારા ખાને લાયક હૈ”, વકીલો માટે ” વકીલી મેં ચપ્પલ સે માર ખાને કે કામ કરતા હૈ”, ” 90 ટકા એટ્રોસિટીના કેસો બ્લેકમેઇલ માટે કરવામાં આવે છે” – આવા કથિત નિવેદનોનો વિડિયો વાયરલ થયેલો, જે બાબતે વિજય પરમાર અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા લેખિત ફરિયાદ પણ આપવામાં આવેલી છે. !