ભોપાલ પાસે ખેતરમાં સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
ભોપાલ પાસે બેરસિયાના ડુંગરિયા ગામના ડેમ પાસેના ખેતરમાં સેનાના હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાવાના કારણે આવું કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરને આ રીતે ઉતરતા જોઈને ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા. હેલિકોપ્ટરમાં સેનાના 6 જવાન સવાર હતા. કેટલીક ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.