શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
કપડાંની ખીરીદી કરીને લોકો કપડાં ટ્રાય કરતાં હોય છે ત્યારે હવે તમને કપડાં ટ્રાય કરવાની ઝંઝટમાંથી છુટકારો મળશે. ગુગલે ગુરુવારે એક નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત એપ Doppl લોન્ચ કરી, જે યુઝર્સને વર્ચ્યુઅલી કપડાં ટ્રાય કરવાની સર્વિસ આપે છે. આ એક એક્સપેરિમેન્ટલ એપ્લિકેશન છે જે ગુગલ લેબ્સ દ્વારા બનાવવામાં આવી છે. શરૂઆતમાં તેને ગુગલ સર્ચના AI મોડનો ભાગ બનાવવાની યોજના હતી, પરંતુ હવે કંપની તેને એક સ્વતંત્ર એપ તરીકે રજૂ કરી રહી છે. આ એપમાં, યુઝરે ફક્ત પોતાનો પૂર્ણ-લંબાઈનો ફોટો અપલોડ કરવાનો રહેશે. હવે યુઝરે વારંવાર કપડાં ટ્રાય કરવાની જરૂર નહીં પડે. તેમ જે-તે કપડાં ઓનલાઇન જોયા હોય તે પણ પોતાના પર કેવા લાગશે એ આ જ એપ્લિકેશનમાં ચેક કરી શકાશે.
હાલમાં ફક્ત યુએસમાં ઉપલબ્ધ
ગુગલે એક બ્લોગ પોસ્ટમાં આ નવી એપના લોન્ચ વિશે માહિતી આપી. ગુગલ I/O 2025 ઇવેન્ટમાં, કંપનીએ શોપિંગ પ્રોડક્ટ્સમાં ઘણી AI સુવિધાઓ લોન્ચ કરી. તેમાંથી એક વર્ચ્યુઅલ ટ્રાય-ઓન ફીચર હતું, જે હવે આ Doppl એપના રૂપમાં દેખાયું છે. આ એપનો હેતુ લોકોને ખરીદી કરતા પહેલા કપડા કેવા દેખાશે તે જોવાની મંજૂરી આપવાનો છે. કોઈપણ વ્યક્તિ પર સારું દેખાતું કાપડ પોતાના પર કેવું દેખાશે તે જાણવું મુશ્કેલ છે આ એ સમસ્યાને દૂર કરે છે.
આ ગુગલનો આ પહેલો પ્રયાસ નથી. 2023 માં પણ, ગુગલે એક AI ફીચર લોન્ચ કર્યું હતું જેમાં વિવિધ શરીરના આકાર ધરાવતા મોડેલો પર કપડાં દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ Doppl તે ફીચરને વધુ વ્યક્તિગત બનાવે છે. હવે યુઝર્સ પોતાના ફોટા અપલોડ કરી શકે છે અને જોઈ શકે છે કે કોઈપણ કપડાં તેમના પર કેવા દેખાશે.
Doppl કેવી રીતે કામ કરે છે?
ગુગલે કહ્યું કે આ ફીચર કસ્ટમ ફેશન-આધારિત ઇમેજ જનરેશન મોડેલ પર કામ કરે છે. આ મોડેલ માનવ શરીર અને કપડાંના ફોલ્ડ્સ, સ્ટ્રેચ અને ફિટિંગને ખૂબ સારી રીતે સમજે છે. આ એપની સૌથી ખાસ વાત એ છે કે યુઝર્સ ફક્ત ઓનલાઈન શોપિંગ સાઇટ્સ પર ઉપલબ્ધ પોશાક સુધી મર્યાદિત નથી. જો તેઓ ઇચ્છે તો, તેઓ તેમના મિત્રના કપડાં, સ્થાનિક સ્ટોર્સમાં જોવા મળતા પોશાક અથવા સોશિયલ મીડિયા પર જોવા મળતા કપડાંના ફોટા પણ અપલોડ કરી શકે છે અને જોઈ શકે છે કે તે તેમના પર કેવું દેખાશે.
આ એપ ફોટાને વીડિયોમાં પણ રૂપાંતરિત કરશે
ગુગલે જણાવ્યું હતું કે ડોપ્લ એપ ગૂગલ શોપિંગના તાજેતરમાં લોન્ચ થયેલા “બિલિયન્સ ઓફ આઉટફિટ્સ ટ્રાય-ઓન” ફીચર પર આધારિત છે. હવે યુઝર્સ કોઈપણ કપડાંનો ફોટો અપલોડ કરી શકે છે અને જોઈ શકે છે કે તે કપડાં તેના પર કેવા દેખાશે. ડોપ્લમાં બીજી એક સારી સુવિધા એ છે કે જો તમારી પાસે કોઈ આઉટફિટની સ્ટેટિક ઈમેજ (ફોટો) છે, તો AI ની મદદથી એપ તે ફોટોને વીડિયોમાં રૂપાંતરિત કરશે, જેથી તમે મૂવિંગ એનિમેશન દ્વારા કપડાંનો દેખાવ જોઈ શકો. ત્યારે ઉલ્લેખનીય છે કે આ એપ્લિકેશન હાલ માત્ર US પર જ ઉપલબ્ધ છે.