પોલીસ સામે કોઇને ફરિયાદ છે? હેલ્પલાઇન નંબર થશે જાહેર
ગુજરાત સરકારના એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં એવી ખાતરી આપી છે કે, ટૂંક સમયમા રાજ્ય સરકાર પોલીસ સામેની ફરિયાદો સાભળવા માટે ખાસ નબર જાહેર કરશે. આ નબર ઉપર પોલીસ દમન અગેની ફરિયાદ કરી શકાશે. ૧૨ જાન્યુઆરી સુધીમા નવો નબર જાહેર થશે.
પ્રજાના મનમા રહેલ સર્વ વ્યાપ ધરાવતો ૧૦૦ નંબર, જે તાત્કાલિક મદદ માટે ડાયલ કરવામા આવે છે તે પણ રહેશે જ. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ૧૧૨ નબર પણ દેશ વ્યાપી તાત્કાલિક મદદ માટે ચાલુ રહેશે. પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધ ની ફરિયાદ માટે રાજ્ય સરકાર નવો નબર જાહેર કરશે. જાહેર થનાર નબર રાજ્યના તમામ લોકોને જાણમાં આવે તે રીતે તેમના સુધી પહોંચાડવામાં આવશે. કોઈપણ ફરિયાદ હશે તો ૨૪ કલાકમાં કડક કાર્યવાહી કરવામા આવશે. નાગરિકોની તકલીફ કે ફરિયાદ દૂર કરવી એ રાજ્ય સરકારની કટિબદ્ધતા છે તેવુ પણ હાઇકોર્ટને જણાવાયુ હતુ. ૧૨ જાન્યુઆરી સુધીમા નવો નબર જાહેર થશે.