રાજકોટમાં વધુ એક દુ*ષ્કર્મનો બનાવ: ફેસબુકથી સંપર્કમાં આવ્યા બાદ કથિત પોલીસમેને યુવતી પર કુકર્મ ગુજારી સંપર્ક તોડી નાખ્યો
રાજકોટના રેલનગર વિસ્તારમાં દુષ્કર્મનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં કથિત પોલીસમેને ફેસબુકના માધ્યમથી યુવતી સાથે સંપર્ક કેળવ્યા બાદ લગ્નની લાલચ આપી પાંચેક વખત દુષ્કર્મ ગુજારી સંપર્ક તોડી નાખતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે મુળ મધ્યપ્રદેશની અને હાલ રાજકોટમાં ભાડાના મકાનમાં રહીને નોકરી કરતી 38 વર્ષીય યુવતીનો આઠ મહિના પહેલાં અમિતસિંગ પ્રભાતસિંગ ચૌહાણ (રહે.રાજકોટ) સાથે ફેસબુકના માધ્યમથી સંપર્ક થયો હતો. અમિતસિંગે યુવતીને ફેસબુક રિકવેસ્ટ મોકલી હતી જે યુવતીએ સ્વીકારતાં બન્ને વચ્ચે થોડો સમય ફેસબુક ઉપર વાત થયા બાદ એકબીજાના નંબરની આપ-લે થઈ હતી.
આ પણ વાંચો :Ind vs NZ, T20 World Cup final: રાજકોટ સહિત ભારતમાં ફાઇનલની ટિકિટો માટે પડાપડી,હોટલના ભાડામાં રાતોરાત ધરખમ વધારો
બન્ને વચ્ચે સંબંધ વધુ ગાઢ બનતો ગયો હતો. આ સમયે અમિતસિંગે યુવતીને પોતે અપરિણીત હોવાનું અને તેની સાથે લગ્ન કરશે તેવા વાયદાઓ કર્યે રાખતા હતા. આ દરમિયાન તેણે યુવતીના ઘેર આવી શરીરસંબંધ બાંધ્યો હતો. જો કે અચાનક જ અમિતસિંગે યુવતી સાથે સંપર્ક તોડી નાખતાં યુવતીએ તેની શોધખોળ આદરી પોતાની રીતે તપાસ કરતા અમિતસિંગ પરિણીત હોવાનું ધ્યાન પર આવ્યું હતું. વળી, યુવતી સાથે જ્યારે તે વાતચીત કરતો હતો ત્યારે પોતે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હોવાનો દાવો પણ કર્યો હોય પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
હાલ પ્ર.નગર પોલીસ પાસે માત્ર આરોપીનું નામ અને મોબાઈલ નંબર તેમજ ફેસબુક આઈડી જ ઉપલબ્ધ હોય તેના આધારે તપાસ શરૂ કરી શોધખોળ ચાલી રહી છે.
