ગાઝામાં ફરી હોસ્પિટલમાં મોતનું માતમ, શું થયું ? વાંચો
ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુધ્ધ વધુ ડરામણું થઈ રહ્યું છે અને ઇઝરાયલ દ્વારા હોસ્પિટલોને નિશાન બનાવવાનું ચાલુ જ રાખવામાં આવ્યું છે. હવે તેની સેનાએ ગાઝામાં આવેલી ઇન્ડોનેશિયન હોસ્પિટલ પર ભીષણ હુમલો કર્યો હતો જેમાં 12 લોકો માર્યા ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા.
ગાઝાના અધિકારીઓએ એવો આરોપ મૂક્યો હતો કે સવારથી જ અને આમ તો બે દિવસથી ઇઝરાયલની સેના ટેન્કો સાથે ધસી આવી હતી અને સવારથી હુમલા શરૂ કરી દીધા હતા . જેને પગલે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
દરમિયાનમાં ગાઝાના હેલ્થ મિનિસ્ટ્રીના અધિકારીઓએ એમ કહ્યું હતું કે હોસ્પિટલોમાં હમાસના લડાકુઓ સંતાયા છે અને મળી આવ્યા છે તે વાત સદંતર જૂઠી છે અને તેમાં કોઈ સત્ય નથી. હમાસના કોઈ લડાકુ મળ્યા જ નથી અને તેઓ ત્યાં છે જ નહીં.
દુનિયાના અનેક દેશોએ હોસ્પિટલો પરના હુલાઓની ટીકા કરી છે અને આ પ્રકારે હુમલા બંધ થવા જોઈએ તેવા નિવેદનો કર્યા છે પરંતુ હુમલા ચાલુ જ રાખવામાં આવ્યા છે. 16:51 20-11-2023