લોકોના ગજવા પર વધુ એક ભાર; અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2 નો વધારો ઝીંકી દેવાયો
આજથી જ નવા ભાવ અમલમાં: દરેક પ્રકારના દૂધના ભાવ વધારી દીધા
લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગરીબોના ખિસ્સા પર રવિવારે વધુ એક માર પડ્યો હતો. અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આજે સવારથી અમુલ દૂધના નવા ભાવ લાગુ કરી દેવાયા હતા.
ચૂંટણી પહેલા 64 રૂપિયે પ્રતિ લિટર મળતા દૂધના તમારે હવે 66 રૂપિયા ચુકવવા પડશે. દૂધના ભાવ વધતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાશે તો ગરીબોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે.
અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીના રૂપિયા 32ના બદલે હવે 33 રૂપિયા ચુકવવા પડશે. અમૂલ તાજા 500 મિલીના 26થી વધીને 27 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ શકિત 500 મિલીના 29થી વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ બ્રાન્ડમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
