બીજા દિવસે પણ ગાઝામાં ઇઝરાયેલનો જમીની હુમલો
ગુરુવારે વધુ 481 નાગરિકોના મોત
વેસ્ટ બેંકમાં પણ ભારે ધમાસાણ
હમાસે પકડેલા તમામ બંધ્કો મુક્ત ન થાય ત્યાં સુધી ગાઝા ઉપર જમીનની હુમલો ન કરવાની અમેરિકાની સુચના વચ્ચે ઇઝરાયલે ગાઝામાં પૂર્ણ કક્ષાના ગ્રાઉન્ડ ઓપરેશન પહેલા મર્યાદિત આક્રમણ શરૂ કરી દીધું છે. શુક્રવારે સતત બીજા દિવસે ટેન્ક અને બખતરીયા વાહનો સાથે ઇઝરાયેલી સૈનિકો ગાઝામાં કુચ કરી ગયા હતા. સેનાના પ્રવક્તા ના જણાવ્યા અનુસાર ગાઝા શહેર નજીકના સેજાયીયા વિસ્તારમાં મર્યાદિત ઓપરેશન કરી અને અમાસની એન્ટીગાઈડેડ મિસાઈલ લોન્ચ સાઇટ તેમજ કમાન્ડ સેન્ટર નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. થળ સેનાની આ કાર્યવાહી દરમિયાન વાયુ સેનાના લડાકુ વિમાનોએ રક્ષણ કવચ પૂરું પાડ્યું હતું.
બીજી તરફ ઇઝરાયલે રાબેતા મુજબ જ ગુરુવારે રાતે પણ ગાઝા ઉપર અસંખ્ય એર સ્ટ્રાઈક કરી હતી. એ હુમલામાં વધુ 481 લોકોના મૃત્યુ થયા હતા. પેલેસ્ટાઇનના ઇઝરાયેલ કબજાગ્રસ્ત વેસ્ટ બેંકમાં પણ મામલો સ્ફોટક સ્તરે પહોંચી ગયો છે. વેસ્ટ બેંકમાં પેલેસ્ટિનિયન નાગરિકો તેમ જ રેફ્યુજી કેમ્પો પર ઇઝરાયેલી સેના સતત રેડ પાડી રહી છે. ગુરુવારે ઇઝરાયલે કરેલી કાર્યવાહીમાં ચાર નાગરિકોના મૃત્યુ થયા હતા. ઇઝરાયલેવાએ કાર્યવાહી દરમિયાન 36 લોકોની ધરપકડ કરી હતી. જેમીન રેફ્યુજી કેમ્પ પરના હુમલામાં છ લોકોના મૃત્યુ થયા હતા.
ઇજિપ્તના તાબા નગર ઉપર મિસાઈલ ખાબકી
ગાજાથી 220 km દૂર રાતા સમુદ્રના કિનારે આવેલ ઇજિપ્તની પર્યટન નગરી તાબા ઉપર મિસાઈલ ખાબકતા છ લોકોને ઈજા થઈ હતી. ઇજિપ્તના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિસાઈલને કારણે એ નગરની એમ્બ્યુલન્સ ફેસિલિટી તેમજ હોસ્પિટલમાં આવેલા એક રહેણાક મકાનને નુકસાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુદ્ધમાં ઇજિપ્ત મધ્યસ્થી ની ભૂમિકા ભજવી રહ્યું છે અને ગાઝા માટેની સહાય પણ ઇજિપ્તની સરહદેથી પહોંચાડવામાં આવે છે.
વીણી વીણીને હમાસના આતંકીઓનો ખાતમો
ઇઝરાયલ દ્વારા હમાસના ટોચના નેતાઓ અને કમાન્ડરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગુરૂવાર અને શુક્રવારની કાર્યવાહીમાં અમાસના અબ્દુલ્લાહ બાસમ અબુ, જવાબ ઓલ તુર્કી, કાસમ અદલ હાફેસ અને આઇસર મોહમ્મદ અલ આમેરને પતાવી દેવામાં આવ્યા હતા. મારી આ ગયેલા આ બધા આતંકીઓ ભૂતકાળમાં ઇઝરાયેલ અને તેના નાગરિકો પર થયેલા હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા હતા.અત્યાર સુધીમાં હમાસના 20 કરતા વધુ ટોચના કમાન્ડોને ઇઝરાયલે મારી નાખ્યાં છે.
ઇઝરાયલ – હમાસ યુદ્ધનું બિહામણુ સરવૈયું
ગાઝા: મોત 7028
બાળકો: 2,913
મહિલાઓ: 1709
વૃદ્ધો ;397
ઘાયલ :17,439
લાપતા:
બાળકો 900
અન્ય 700
વેસ્ટ બેંક: મોત 1,405
ઘાયલ :5431
ધરપકડ: 1708
ઇઝરાયલ: મોત 1405
ઘાયલ :5431
નુકસાન:
ગાઝા: 1641 ઇમારતો સદંતર નાશ
1,77,781 મકાનને નુકસાન
34 હેલ્થ સેન્ટર પર હુમલા
24 એમ્બ્યુલન્સ નો નાશ
11 વોટર સેનિટેશન પ્લાન્ટ નષ્ટ
239 શૈક્ષણિક સંસ્થાઓ ધરાશયી .