લો બોલો! મણિપુરમાં વગર મંજૂરીએ બારોબર આખે આખો રિંગ રોડ બની ગયો,જંગલના 6 જિલ્લામાંથી પસાર થતા રિંગ રોડને ઉગ્રવાદીઓના નામે ઓળખ
મણિપુરમાં સરકારની મંજૂરી વિના જંગલ અને પહાડી વિસ્તારોમાંથી પસાર થતો એક આખો રિંગરોડ બની ગયો હોવાનો ગંભીર ખુલાસો થયો છે. જર્મન રોડ અથવા ટાઇગર રોડ તરીકે ઓળખાતો આ માર્ગ ઉગ્રવાદીઓના ઉપનામ પરથી નામ ધરાવતો હોવાનું સામે આવ્યા બાદ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT)એ તેના તમામ નિર્માણકાર્યો તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે.
આ રોડ ચુરાચાંદપુર, કાંગપોકપી, નોનિ અને ઉખરુલ સહિત કુલ છ જિલ્લાઓમાંથી પસાર થાય છે અને તેનો મોટાભાગનો ભાગ કૂકી વસાહતો નજીકથી જાય છે. સ્થાનિક સ્તરે આ માર્ગ જર્મન અને ટાઇગર તરીકે ઓળખાતા કૂકી ઉગ્રવાદીઓના નામ આપવામાં આવ્યા છે.
NGTની કોલકાતા સ્થિત ઇસ્ટર્ન ઝોન બેન્ચે મુખ્ય સચિવને છ અસરગ્રસ્ત જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાઓને કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવા જણાવાયું છે. આ રોડ, ઇમ્ફાલમાં એશિયન ડેવલપમેન્ટ બેંકની સહાયથી બની રહેલા સરકારના અધિકૃત રિંગરોડથી સંપૂર્ણપણે અલગ છે.
આશ્ચર્યની વાત છે કે હિંસા અને ઉગ્ર વાતથી પીડાતા આ સંવેદનશીલ રાજ્યમાં આખેઆખો રીંગ રોડ બની ગયો ત્યાં સુધી સરકારને તેની ખબર પણ ન પડી.
નિયમોનું છડેચોક ઉલ્લંઘન : ગેરકાયદે કર્યો સ્થળાંતર માટે ઉપયોગ
આ મામલો મેઈતેઇ સમુદાયની નાગરિક સંસ્થાઓના છત્ર સંગઠન COCOMIની અરજી પરથી સામે આવ્યો હતો. અરજીમાં જણાવાયું કે જંગલ અને પહાડી વિસ્તારોમાંથી પસાર થતો આ માર્ગ પર્યાવરણીય અને ભૂગર્ભીય સુરક્ષા મૂલ્યાંકન વિના બાંધી દેવાયો છે. પર્યાવરણ અને હવામાન પરિવર્તન નિર્દેશાલય, ગ્રામ્ય ઈજનેરી વિભાગ અને વન વિભાગે પણ કોઈ મંજૂરી, એનઓસી કે ફોરેસ્ટ ક્લિયરન્સ આપવામાં આવી નથી તેવું NGTને જણાવાયું છે. નાગરિક સંસ્થાઓએ આરોપ લગાવ્યો છે કે મણિપુર સંકટ દરમિયાન આ માર્ગનો ઉપયોગ ગુપ્ત કોરીદરવત્રોક્ત ગેરકાયદે ડ્રગ્સની હેરાફેરી, હથિયારોની
