કરેલા ગુનાની સજા ક્યારેક તો ભોગવી જ પડે છે એ ન્યાયે ઉત્તર પ્રદેશમાં 40 વર્ષ પહેલા થયેલી એક હત્યા બદલ 80 વર્ષના વૃદ્ધને અદાલતે આજીવન કેદ અને 20 હજાર રૂપિયા ના દંડની સજા ફરમાવી હતી. યુપીના નંગલા ચુરા ગામના રઘુનાથસિંહની ત્રીજી જૂન 1983 ના રોજ તેના નાના ભાઈ જયપાલસિંહ અને સોહન નામના શખ્શે પૈતૃક જમીનના વિવાદમાં હત્યા કરી હતી. મૃતક ના પત્નીની ફરિયાદ પરથી પોલીસે જયપાલસિંહ અને સોહન સામે ગુના નોંધી બંનેની ધરપકડ કરી હતી. એ દરમિયાન ચાલુ કેસે સોહનનું મૃત્યુ થયું હતું. છેક 1984 થી આ કેસ ચાલતો હતો પરંતુ અલગ અલગ કારણોસર તેની ચાર કવર અને હાઇકોર્ટમાં ફેકા ફેંકી થતી રહી. અંતે 40 વર્ષ પછી અલીગઢની અદાલતમાં આ કેસ ચાલી જતાં ન્યાયાધીશે આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં 17 સાક્ષી હતા જેમાંથી મોટાભાગના મૃત્યુ પામ્યા હતા. બચેલા પાંચ સાક્ષીઓની જુબાનીને માન્ય રાખી અદાલતે જયપાલસિંહ ને દોષિત ઠેરવ્યો હતો.
Related Posts
દેશના `રતન’ની વિદાયથી રમત જગત બન્યું ગમગીન
1 વર્ષ પહેલા
