અહો આશ્ચર્યમ !! દીવાલ પર સેલોટેપથી ચોંટાડેલા કેળાંની કિંમત રૂ.52 કરોડ, બિઝનેસમેન એકઝાટકે ઝાપટી ગયા
કેળા આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. કેળાં ખાવાથી અનેક લાભ થાય છે. કેળાંની કિંમત પણ નજીવી જ હોય છે ત્યારે જો તમને કોઈ એમ કહે કે એક કેળું જેની કિંમત કરોડોમાં છે અને એ પણ ખરીદી લેવામાં આવ્યું આ સાંભળીને આશ્ચર્ય તો થશે જ કારણ કે કેળાંની કિંમત થોડી કરોડોમાં હોય શકે ત્યારે આવી એક ઘટના હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં એક કેળું છે ઇટાલિયન કલાકાર મૌરિઝિયો કેટટેલાને દિવાલ પર ટેપથી લગાવવામાં આવેલું છે. આ કેળાંની આર્ટવર્કની કિંમત 52.4 કરોડ રૂપિયા છે. 52.4 કરોડ રૂપિયાનું આ કેળું ચીનના એક બિઝનેસમેને ખાઈ લીધું.
ચીનમાં જન્મેલા ક્રિપ્ટોકરન્સીના સ્થાપક જસ્ટિન સને પહેલા 6.2 મિલિયન ડોલર એટલે કે 52.4 કરોડ રૂપિયા ખર્ચીને દિવાલ પર ટેપથી ચોંટેલા કેળાનું આર્ટવર્ક ખરીદ્યું. ત્યારબાદ મીડિયા અને અન્ય લોકોની હાજરીમાં આ કેળું ખાઈ ગયા. હોંગકોંગમાં આયોજિત એક ઇવેન્ટ દરમિયાન સને પહેલા મીડિયા સાથે વાત કરી અને પછી ઇટાલિયન કલાકાર મૌરિઝિયો કેટેલનના આર્ટવર્કને ફેમસ કર્યા પછી તે મોંઘું કેળું ખાઈ ગયા. સને ફળના સ્વાદ વિશે જણાવતા કલા અને ક્રિપ્ટો વચ્ચે સમાનતા પણ જણાવી. કેળું ખાધા પછી તેમણે કહ્યું કે તે અન્ય કેળા કરતાં ઘણું સારું છે.
许多朋友问我这根香蕉的味道如何。老实说,对于一根有如此故事的香蕉,味道自然和普通香蕉不一样。我品尝出了一种100年前大麦克香蕉的味道。🍌 pic.twitter.com/ddo8pEjatx
— H.E. Justin Sun 🍌 (@justinsuntron) November 29, 2024
અહેવાલ મુજબ, આ કાર્યક્રમમાં સામેલ થનાર દરેક વ્યક્તિને એક કેળું અને એક ડક્ટ ટેપનો રોલ નિશાની તરીકે આપવામાં આવ્યું. કેળાનું પહેલા ઓક્શન થયું હતું. સને અન્ય છ લોકો સાથે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. આ ઓક્શન ન્યુયોર્કમાં થયું હતું. આ પહેલીવાર નથી કે આર્ટવર્કનું કેળું ખાવામાં આવ્યું હોય. આ પહેલા પણ આ પ્રકારનું કેળું બે વાર ખવાઈ ચુક્યું છે. આવું કેળું સૌપ્રથમ 2019માં એક પર્ફોર્મન્સ આર્ટિસ્ટ દ્વારા અને પછી 2023માં દક્ષિણ કોરિયાના સ્ટુડન્ટે ખાધું હતું. જો કે, અગાઉના કેસોમાં કોઈએ પૈસા ખર્ચ કર્યા ન હતા.
શા માટે ખાધું આર્ટવર્કનું કેળું ?
ઉદ્યોગપતિ સને ગયા અઠવાડિયે ઓકશન જીત્યા પછી તરત જ આર્ટવર્કને ઇતિહાસનો ભાગ બનાવવા માટે ફળ ખાવાની તેમની યોજના જાહેર કરી હતી. તેમણે તે સમયે કહ્યું હતું કે, “આગામી દિવસોમાં, હું આ આર્ટવર્કનું કેળું ખાઈશ જેથી કલા ઇતિહાસ અને લોકપ્રિય સંસ્કૃતિ બંનેમાં તેના સ્થાનનું સન્માન થઈ શકે. તે એક સાંસ્કૃતિક ઘટનાનું પ્રતિનિધિત્વ કરે છે જે કલા, મીમ્સ અને ક્રિપ્ટોકરન્સી સમુદાયની દુનિયાને જોડે છે.”