અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આપમાંથી આપ્યા રાજીનામા
એક તો ઓછા છે અને તેમાં પણ વધુ બે ઓછા થયા
સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. આજે આ બંને નેતાઓએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી રાજીનામું આપી દીધું છે.
પ્રાપ્ત વિગતો મુજબ અલ્પેશ કથીરિયા સુરત શહેર કાર્યકારી પ્રમુખ હતા. આ સાથે 2022માં વરાછા બેઠકથી અલ્પેશ કથીરિયા ચૂંટણી લડ્યા હતા. જોકે અચાનક લોકસભા ચૂંટણી પહેલા જ અલ્પેશ કથીરિયાનો આપથી મોહભંગ થયો છે.
રાજીનામાને લઇને અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે કોઈ નારાજગી નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવા રાજીનામું આપ્યું છે. ભાજપમાં જોડાવવાની ચર્ચા પર અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે લોકોને મળીશ, ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈશ. હું મારી ટીમને મળીશ, દરેકના અભિપ્રાય લઈને નિર્ણય કરીશ. સમાજ જે કહેશે તે કરીશ.
ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠકથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. મુકેશ પટેલ સામે ધાર્મિક માલવિયાની હાર થઇ હતી.