અલ્લુ અર્જુનની ફિલ્મ Pushpa 2 રીલીઝ થયા પહેલા જ વિવાદમાં સપડાઈ : હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. હરિયાણામાં તેના એક સીનને લઈને વિવાદ થયો છે. હરિયાણાના હિસાર સ્થિત એક ગામમાં ‘પુષ્પા 2’ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ વિવાદાસ્પદ સીન હટાવવાની માંગ કરવામાં આવી છે.
દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, હરિયાણાના હિસારમાં ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. વાસ્તવમાં, હિસારના એક ગામમાં એક પોલીસ સ્ટેશનમાં ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ હિસારના કુલદીપ કુમારે નોંધાવી છે. આ ફિલ્મ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.
શું છે સમગ્ર મામલો ?
ફરિયાદી કુલદીપ કહે છે કે ‘પુષ્પા 2: ધ રૂલ’ના ટ્રેલરમાં અલ્લુ અર્જુનને અર્ધનારીશ્વરની ભૂમિકામાં બતાવવામાં આવ્યો છે. તેમાં મા કાલીનું ચિત્ર પણ જોવા મળે છે. તેમના મતે આ દ્રશ્ય ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડી રહ્યું છે. ફરિયાદીએ ફિલ્મમાંથી મા કાલી અને અલ્લુ અર્જુનના અર્ધનારીશ્વરના સીનને હટાવવાની માંગ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જો આમ નહીં કરવામાં આવે તો તેઓ હરિયાણામાં ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં.
‘પુષ્પા 2: ધ રૂલ’નો ક્લાઈમેક્સ સીન હજુ શૂટ થયો નથી
હાલમાં, ‘પુષ્પા 2: ધ રૂલ’ વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે પહેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરશે. તમને જણાવી દઈએ કે ‘પુષ્પા 2: ધ રૂલ’નું ટ્રેલર કેટલાક ચાહકોને પ્રભાવિત કરી શક્યું નથી. ફિલ્મ રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને તેનો ક્લાઈમેક્સ સીન હજુ શૂટ થયો નથી. આવી સ્થિતિમાં ફિલ્મમાં વધુ એક સમસ્યા આવી છે.