ભાજપના અનુરાગ ઠાકુરે સ્પીકરને કહ્યું, TMCના કેટલાક સાંસદો ઘણા દિવસોથી ગૃહમાં ઇ-સિગારેટ પી રહ્યા છેઃ એક્શન લેવાની ખાતરી
ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે ગુરુવારે લોકસભામાં તૃણમૂલ કોંગે્રસના સાંસદ પર ઈ-સિગારેટ પીવાનો આરોપ લગાવ્યો. ઠાકુરે પ્રશ્નકાળ દરમિયાન આ આરોપ લગાવ્યો અને સ્પીકર ઓમ બિરલાને પૂછ્યું કે શું ગૃહમાં ઈ-સિગારેટ પીવાની મંજૂરી છે. જ્યારે બિરલાએ આ વાતનો ઇનકાર કર્યો, ત્યારે ઠાકુરે કહ્યું કે તૃણમૂલ કોંગે્રસના એક સાંસદ (જેનું તેમણે નામ લીધું નથી) ઘણા દિવસોથી ગૃહમાં ઈ-સિગારેટ પી રહ્યા છે.
અનુરાગ ઠાકુરના આરોપ બાદ, ભાજપના સાંસદો વિરોધમાં પોતાની બેઠકો પરથી ઉભા થઈ ગયા, જેના કારણે ગૃહમાં થોડો હોબાળો થયો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ સાંસદોને શાંત અપીલ કરી અને સંસદની શિષ્ટાચારનું સન્માન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે એમ પણ કહ્યું કે જો આવો મામલો તેમના ધ્યાન પર આવશે, તો નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ઈ-સિગારેટ વિવાદ અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ િંસહે એક ખાનગી ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે ઈ-સિગારેટ પીવી સ્વાભાવિક રીતે ખોટી છે. જો કોઈ સાંસદ દ્વારા આવું કરવામાં આવી રહ્યું હોય, તો તે વધુ દુર્ભાગ્યપૂર્ણ છે. િંસહે કહ્યું કે જાહેર જીવનમાં રહેલા લોકોએ કાયદાનું પાલન કરીને ઉદાહરણ બેસાડવું જોઈએ, તેનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.
ઈલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ, 2019, ભારતમાં ઈ-સિગારેટ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદે છે. આ કાયદા અનુસાર, ઈ-સિગારેટનું ઉત્પાદન, વેચાણ, આયાત, વિતરણ, સંગ્રહ, જાહેરાત અથવા પ્રમોશન, તેમજ વેિંપગ પ્રવાહીનો સંગ્રહ ગેરકાયદેસર છે.
