અજિત પવાર 40000 મતોથી હારશેઃ નેતાએ કરી આગાહી
મહાવિકાસ અઘાડીને ૧૮૦થી ૨૦૦ બેઠક મળશે, ભાજપ હારશે
મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામ આવે તે પૂર્વે શરદ પવાર જૂથના નેતા ઉત્તમ જાનકરે બારામતી વિધાનસભા બેઠકમાંથી અજિત પવારની હારનો દાવો કર્યો છે.
ઉત્તમ જાનકરે ભવિષ્યવાણી કરતા કહ્યુ હતું કે, અજિત પવાર માટે પોતાની બેઠક બચાવવી મુશ્કેલ બનશે. તેમને મળતો પ્રત્યેક વોટ ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસના ખાતામાં જશે. બારામતી બેઠક પરથી યુગેન્દ્ર પવારની જીત નિશ્ચિત છે. આ બેઠક પરથી અજિત પવાર 40 હજારથી વધુ મતોથી હારશે.
અજિત પવારની હાર ઉપરાંત જાનકરે દાવો કર્યો છે કે, મહા વિકાસ ઘાડીને રાજ્યમાં 180થી 200 બેઠકો જ મળી શકે છે. અને હવે તે નવી સરકાર બનાવશે. ભાજપ ધારાસભ્ય રામ સતપુતે પણ માલશિરત વિધાનસભા બેઠક પરથી હારશે. ઉત્તમ જાનકરે પોતાની જીત પણ નિશ્ચિત કરી છે. જાનકરેને 1 લાખથી દોઢ લાખ સુધી મત મળી શકે છે.
વધુમાં ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્યે અહીં જનસેવા નહીં પરંતુ કારોબારીની જેમ કામ કર્યું છે. જેના લીધે તેમને મોટુ નુકસાન થશે. બારામતી વિધાનસભા બેઠક ચર્ચામાં છે. અહીં અજિત પવાર પોતાના ભત્રીજા યુગેન્દ્ર પવાર સામે લડી રહ્યા છે.
