એર ઇન્ડિયા હજુ સુધરી નથી…કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને વિમાનમાં તૂટેલી સીટ મળતા થયા ગુસ્સે
કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તૂટેલી સીટ પર મુસાફરી કરવી પડી હતી. આથી તેમણે એર ઈન્ડિયાથી નારાજ થઈને કહ્યું હતું કે, ‘મને આશા હતી કે ભારત સરકાર તરફથી એર ઈન્ડિયાનું નિયંત્રણ ટાટા મેનેજમેન્ટને સોંપવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થશે, પરંતુ આ ભ્રમણા સાબિત થઈ. એર લાઈન મુસાફરો સાથે છેતરપિંડી કરી રહી છે.’ હજુ સુધારો થયો નથી.
आज मुझे भोपाल से दिल्ली आना था, पूसा में किसान मेले का उद्घाटन, कुरुक्षेत्र में प्राकृतिक खेती मिशन की बैठक और चंडीगढ़ में किसान संगठन के माननीय प्रतिनिधियों से चर्चा करनी है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 22, 2025
मैंने एयर इंडिया की फ्लाइट क्रमांक AI436 में टिकिट करवाया था, मुझे सीट क्रमांक 8C आवंटित हुई। मैं जाकर…
ચૌહાણે X પર એક પોસ્ટ લાંબી પોસ્ટ લખીને આ સમગ્ર ઘટનાની માહિતી આપતા લખ્યું કે, ‘ મારે ભોપાલથી દિલ્હી આવવું હતું, પુસામાં કિસાન મેળાનું ઉદ્ઘાટન કરવું હતું, કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતી મિશનની બેઠક અને ચંદીગઢમાં ખેડૂત સંગઠનના માનનીય પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવી હતી.
આગળ એમણે લખ્યું કે આથી મેં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઆઈ-૪૩૬ માટે બુકિંગ કરાવ્યું હતું, મને સીટ નંબર ૮- સી ફાળવવામાં આવી હતી. હું જઈને સીટ પર બેઠો, સીટ તૂટેલી હતી અને અંદર ખાબકેલી હતી. બેસવું તકલીફદાયક હતું.’

જો કે એમણે એમ પણ કહ્યું, કે ‘મારા સાથી મુસાફરોએ મને મારી સીટ બદલીને વધુ સારી સીટ પર બેસવા માટે વિનંતી કરી હતી, પરંતુ હું મારા માટે બીજા કોઈ મિત્રને કેમ તકલીફ આપું, મેં નક્કી કર્યું કે હું મારી યાત્રા આ સીટ પર બેસીને પૂરી કરીશ.’