વાયુસેનાનું વિમાન જેસલમેરમાં ક્રેશ થયું : કોઈ જાનહાનિ નથી
ભારતીય વાયુસેનાનું યૂએવી વિમાન રાજસ્થાનના જેસલમેરમાં ક્રેશ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ દૂર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઈ હતી. વિમાન તેની નિયમિત ઉડાન પર હતું. આ દૂર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
આ અકસ્માત જેસલમેરના પિથલા વિસ્તારમાં થયો હતો. વિમાન સરહદી વિસ્તારો પર નજર રાખી રહ્યું હતું. પોલીસ અધિક્ષક સુધીર ચૌધરીએ કહ્યું કે આ કોઈ જાસૂસી વિમાન હોઈ શકે છે. આ ઘટનાના પ્રત્યક્ષદર્શી પરમવીરસિંહ રાવલોતે જણાવ્યું કે જ્યારે આ પ્લેન તુટીને નીચે પડ્યું ત્યારે અમે ટ્યુબવેલ પર બેઠા હતા.
પ્લેન ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી, જેના કારણે તે બળીને ખાખ થઈ ગયું હતું. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને ભારતીય વાયુસેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.