આ ફિલ્મ જોયા બાદ તમે Pushpa 2ને ભૂલી જશો !! ફહાદ ફાજિલની સાઈકો થ્રિલર ફિલ્મ જાણો કયા પ્લેટફોર્મ પર જોવા મળશે
તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા 2 માં ફહાદ ફાઝિલના પણ વખાણ થઈ રહ્યા છે. ફહાદ ફાઝિલ આ ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે ભંવર સિંહ શેખાવત બનીને લોકોની વાહવાહી લુંટી છે. પરંતુ પુષ્પા 2 ફિલ્મ તમને કંઈ જ નહીં લાગે જો તમે આ એક્ટરની સાઈકો થ્રિલર ફિલ્મ બોગનવેલિયા જોઈ લેશો. જો તમે બેસ્ટ થ્રિલર ફિલ્મ જોવા માંગો છો તો ફહાદ ફાઝિલની બોગનવિલિયા ફિલ્મ ઓટીટી પર ઉપલબ્ધ છે તેને ઘર બેઠા જોઈ લો.
બોગનવિલિયા ફિલ્મ લાજો જોસના 2019 ના ઉપન્યાસ રુથિંતે લોકમથી પ્રેરિત છે. કેરળમાં રહસ્યમયી રીતે પર્યટકો ગાયબ થઈ જાય છે અને તેની પોલીસ તપાસમાં ફસાયેલા એક પરિવારની આ વાર્તા છે. જેમાં મુખ્ય ભુમિકામાં ફહાદ છે. જેની શાનદાર એક્ટિંગ આ ફિલ્મમાં જોવા મળે છે.

આ ફિલ્મ સિનેમાઘરોમાં પણ સફળ રહી હતી. હવે આ ફિલ્મ સોની લિવ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મને હવે દરેક વ્યક્તિ ઘર બેઠા માણી શકે છે. ઓટીટી પ્લેટફોર્મની ખાસ વાત જ એ છે કે તેના માધ્યમથી અલગ અલગ ભાષાની શ્રેષ્ઠો ફિલ્મો દર્શકો સુધી પહોંચે છે. 13 ડિસેમ્બરથી આ ફિલ્મ સોની લિવ પર સ્ટ્રીમ થઇ છે.
બોગનવિલિયા ફિલ્મ એક સાઈકો થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન અમલ નીરદે કર્યું છે અને આ ફિલ્મને તેમણે જ ફિલ્મનું લેખન લાજો જોસ સાથે મળીને કર્યું છે. આ ફિલ્મમાં ફહાદ ફાસિલ મહત્વની ભુમિકામાં જોવા મળે છે.