અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફરીવાર બોઈંગ વિમાન ખોટકાયું : લંડનથી ચેન્નાઈ આવતું વિમાન 2 કલાક હવામાં રહ્યું
અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયા બાદ ફરીવાર આ વિમાનમા ખામી સર્જાયો હતી. જો કે સદનસીબે દુર્ઘટના ટળી ગઈ હતી. રવિવારે બ્રિટિશ એરવેઝના લંડનથી ચેન્નાઈ જનારા બોઇંગ ડ્રીમલાઇનર વિમાનમાં ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેને લંડનના હીથ્રો એરપોર્ટ પર અધવચ્ચે જ પરત ફરવું પડ્યું હતું. મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. બધા જ મુસાફરો સલામત રહ્યા હતા.

એરલાઇને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સામાન્ય રીતે વિમાનમાંથી બહાર નીકળી ગયા હતા. પાયલટે સમયસર પ્લેન વાળી લીધું હતું. આમ મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા.
સાવચેતી તરીકે વિમાન પરત ફર્યું
બ્રિટિશ એરવેઝે જણાવ્યું હતું કે ટેકનિકલ સમસ્યાની માહિતી મળ્યા બાદ, વિમાનને પ્રમાણભૂત સાવચેતીના પગલા તરીકે પાછું લાવવામાં આવ્યું હતું. જોકે, એરલાઇને વિમાનમાં કેટલા મુસાફરો અને ક્રૂ સભ્યો હતા, વિમાન હવામાં કેટલો સમય હતો અથવા પ્રસ્થાનનો ચોક્કસ સમય શું હતો તે અંગે માહિતી આપી ન હતી.
આ પણ વાંચો : અમારી ‘તાકાત’જતી રહી…મિસ યુ સર : સ્વ.વિજયભાઈ રૂપાણીને પુજીત રૂપાણી ટ્રસ્ટનાં બાળકોએ રડતી આંખે આપી શ્રદ્ધાંજલિ
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર, બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA35, જે બોઇંગ 787-8 વિમાન ચલાવી રહી હતી, તે લંડનથી સ્થાનિક સમય અનુસાર બપોરે 12:40 વાગ્યે રવાના થઈ હતી અને સવારે 3:30 વાગ્યે ચેન્નાઈ પહોંચવાનું હતું. વિમાન લગભગ બે કલાક સુધી હવામાં રહ્યું, ત્યારબાદ તે લંડન પરત ફર્યું.
