યમુના નદીમાં ડૂબકી લગાવ્યા બાદ દિલ્હી ભાજપના પ્રમુખની તબિયત લથડી ગઈ
દિલ્હીની કેજરીવાલ સરકારે યમુના નદી સફાઈ યોજના માં 8500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે યમુના નદીમાં ડૂબકી લગાવ્યા બાદ દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
સફાઈ ગોટાળા અંગે વિરોધ કરવા માટે ભાજપ દ્વારા યમુના નદીના કિનારે મંચ બનાવવામાં આવ્યો હતો અને તેમાં કેજરીવાલ અને વર્તમાન મુખ્યમંત્રી આતિશીના નામની ખુરશીઓ રાખવામાં આવી હતી અને બંને નેતાઓને યમુના નદીની વાસ્તવિક સ્થિતિ જોવા આમંત્રણ આપ્યું હતું. બાદમાં વિરેન્દ્ર સચદેવે યમુનામાં ડુબકી લગાવી ગંદકી દૂર ન થવા બદલ યમુના મૈયાની માફી માગી હતી.જો કે બાદમાં તેમને ખંજવાળ તથા ત્વચા ઉપર ચાંદા પડવા તેમજ શ્વાસમાં તકલીફ જેવી સમસ્યાઓ સર્જાતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.