વન-ડેમાં હાર્યા બાદ T-20માં ટીમ ઈન્ડિયાએ બતાવ્યો ‘પાવર’: ન્યુઝીલેન્ડને 48 રને હરાવ્યું,અભિષેક શર્માએ હાંસલ કરી વધુ એક મોટી સિદ્ધિ
ભારતીય ટીમે વન-ડે શ્રેણીમાં ન્યુઝીલેન્ડ સામે પરાજયનો સ્વાદ ચાખ્યા બાદ ટી-20 શ્રેણી શરૂ થતાં જ પોતાનો `પાવર’ બતાવી નાગપુરમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડને 48 રને હરાવ્યું હતું. ભારતે પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 238 રન ઝૂડ્યા હતા. ન્યુઝીલેન્ડે પહેલી બે ઓવરમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ટીમે ઘણી લડત આપી પરંતુ 190 રન સુધી જ પહોંચી શકી હતી. આ મેચમાં કુલ 428 રન બન્યા હતા. બન્ને ટીમના ટી-20 મેચમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ નોંધાયો હતો. આ સાથે જ પાંચ મેચની ટી-20 શ્રેણીમાં ભારત 1-0થી આગળ થયું હતું.
For his authoritative opening act, Abhishek Sharma bags the Player of the Match award 🏅
— BCCI (@BCCI) January 21, 2026
Relive his knock ▶️ https://t.co/WSNLEfd35F#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank | @OfficialAbhi04 pic.twitter.com/3mCtrzuub2
ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી હતી. ભારતે 27 રનના સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે અભિષેક શર્મા સાથે ત્રીજી વિકેટ માટે 47 બોલમાં 99 રનની ભાગીદારી કરી હતી. અભિષેકે 22 બોલમાં જ ફિફટી પૂર્ણ કરી હતી. જો કે અભિષેક 35 બોલમાં આઠ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 84 રને આઉટ થઈ જતાં એક સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 25 રન બનાવ્યા હતા. શિવમ દૂબે માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. રિન્કુ સિંહે 20 બોલમાં ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે અણનમ 44 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે સાત ઓવરમાં 52 રન બનાવી ત્રણ વિકેટ ગુમાવી હતી. ન્યુઝીલેન્ડ વતી ગ્લેન ફિલિપ્સે એક છેડો સંભાળી 29 બોલમાં ફિફટી બનાવી હતી. જો કે ફિલિપ્સના આઉટ થયા બાદ અન્ય બેટર ક્રિઝ પર ટકી શક્યા ન્હોતા અને ટીમ 190 રન સુધી જ પહોંચી શકી હતી. ભારત વતી બોલિંગમાં વરુણ ચક્રવર્તી અને શિવમ દૂબેએ બે-બે વિકેટ મેળવી હતી.
✌️ wickets in the last over 👏
— BCCI (@BCCI) January 21, 2026
Shivam Dube finishes #TeamIndia's bowling effort in fine fashion 🙌
Updates ▶️ https://t.co/ItzV352h5X#INDvNZ | @IDFCFIRSTBank | @IamShivamDube pic.twitter.com/tICsYGqTuN
અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી
યુવા ભારતીય ક્રિકેટ સ્ટાર અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે માત્ર 165 ઇનિંગ્સમાં 5,000 રન પૂરા કરીને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો છે. કોહલીએ તેની T20 કારકિર્દીમાં 167 ઇનિંગ્સમાં 5,000 રન પૂરા કર્યા હતા, જ્યારે અભિષેક તેની પહેલા આ સિદ્ધિ હાંસલ કરી હતી.
આ પણ વાંચો :ICC ODI Rankings: કિંગ કોહલીએ ગુમાવ્યો નંબર 1નો તાજ! ન્યુઝીલેન્ડનો ડેરિલ મીચેલ વન-ડે રેન્કીંગમાં નંબર વન બન્યો
આ સિદ્ધિ ખાસ છે કારણ કે અભિષેક તેની સતત આક્રમક બેટિંગ અને મેચ જીતનારી ઇનિંગ્સ માટે જાણીતો છે. T20 જેવા ઝડપી ફોર્મેટમાં રન બનાવવા સરળ નથી, પરંતુ અભિષેકે ટૂંકા ગાળામાં પોતાને એક વિશ્વસનીય અને અસરકારક બેટ્સમેન સાબિત કર્યો છે.
154 ઇનિંગ્સમાં 5,000 ટી20 રન પૂરા કર્યા
ભારત માટે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 5,000 રનનો રેકોર્ડ હજુ પણ કેએલ રાહુલના નામે છે, જેણે માત્ર 143 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. શુભમન ગિલ આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે 154 ઇનિંગ્સમાં 5,000 ટી20 રન પૂરા કર્યા છે. હવે અભિષેક શર્માનું નામ પણ આ ખાસ ક્લબમાં સામેલ થઈ ગયું છે.
