60 વર્ષની સેવા બાદ સેનાના MIG-21 ફાઈટર વિમાન MiG-21ને આજે અંતિમ વિદાય આપવામાં આવી
હવે આ ભારતીય વિમાન આકાશમાં ક્યારેય પણ જોવા નહીં મળે. ભારત-પાકિસ્તાનની સરહદ પર આકાશનાં શૂરવીરને વિદાય આપવામાં આવી છે. યુદ્ધનાં મેદાનમાં આકાશમાંથી દુશ્મનો પર કહેર વરસાવતા આ ફાઈટર પ્લેન મિગ-21એ બાડમેરનાં ભારતીય વાયુસેના સ્ટેશન ઉત્તરલાઈથી 30 ઑક્ટોબરનાં ઊડાન ભરી હતી.
1966થી સંચાલન ચાલી રહ્યું છે
ભારતીય વાયુસેનાનાં શૂરવીર વિમાન મિગ-21ને તેની અંતિમ ઊડ્ડયનની સાથે ઉત્તરલાઈ એરફોર્સથી વિદાય આપવામાં આવી. વર્ષ 1966થી મિગ-21નું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. વર્ષ 1971નાં યુદ્ધમાં MiG-21એ પાકિસ્તાનને પછાળી પાડ્યું હતું જેના કારણે આ વિમાનની ચર્ચા ચારેયબાજુ થવા લાગી હતી.
60 વર્ષ સુધી સાથ આપ્યો
ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ સમાન ફાઈટર વિમાન મિગ-21એ 60 વર્ષ સુધી દેશની સેવા કરી. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી તેના વારંવાર ક્રેશ થવાની ઘટનાઓને લીધે તેની સિક્યોરિટી પર સવાલો ઊઠવા લાગ્યાં હતાં. તેવામાં હવે તેને 30 ઑક્ટોબરનાં રોજ વિદાય આપી દેવામાં આવી છે. બાડમેરમાં છેલ્લાં 9 વર્ષોની વાત કરીએ તો અહીં 8 મિગ ક્રેશ થવાની દુર્ઘટના બની છે. બાડમેરમાં છેલ્લીવાર 28 જૂલાઈ 2022નાં ભીમડા ગામમાં મિગ-21 ક્રેશ થયું હતું જેમાં 2 પાયલટ પણ શહીદ થયાં હતાં.
આ એરબેઝ પરથી વિદાય આપવામાં આવી
મિગ 21 બાઇસનની આ છેલ્લી અને યાદગાર યાત્રા માટે ભારતીય વાયુસેનાએ રાજસ્થાનના ઉત્તરલાઈ એરબેઝને પસંદ કર્યું કારણ કે 1965 અને 1971માં ઉત્તરલાઈ એરબેઝ પરથી ઉડેલા મિગ- 21એ માત્ર પાકિસ્તાનના સૈનિકો પર જ નહીં પરંતુ તેમની ટેન્ક પર પણ તબાહી મચાવી હતી.