35 વર્ષ પછી ઘર બન્યા ગેરકાયદેસર! અમદાવાદમાં 25 પરિવારો પર તંત્રનું સંકટ
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 35 વર્ષથી વસવાટ કરતી સ્નેહાંજલિ કો-ઓપ સોસાયટી અચાનક ગેરકાયદેસર જાહેર થતા 25 પરિવારો માટે જીવનભરની કમાણી દાવ પર લાગી ગઈ છે.
વર્ષ 1986માં ONGCના કર્મચારીઓને વેચાયેલા મકાનો પર તમામ કાયદેસર દસ્તાવેજો અને બેંક લોન હોવા છતાં, તંત્રએ હવે સોસાયટી ખાલી કરવાની નોટિસ ફટકારી છે, જેના કારણે રહેવાસીઓમાં ભય અને આક્રોશ ફેલાયો છે.
બિલ્ડર દ્વારા પ્લોટની અદલાબદલી કરવાના જૂના કૌભાંડની સજા હવે નિર્દોષ રહીશો ભોગવી રહ્યા છે.
AMC તરફથી ડિમોલિશનની ચીમકી, પાણી-વીજળી કાપવાની ચેતવણી અને હજુ સુધી મળ્યું નહીં એવું વૈકલ્પિક આવાસ આ બધાએ 23 વૃદ્ધો સહિત 25 પરિવારોને અંધકારમાં ધકેલી દીધા છે.
હવે સવાલ એ છે કે, બિલ્ડરની ભૂલની સજા રહેવાસીઓને કેમ?
