3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
ત્રણ વરસના લાંબા સમયગાળા બાદ રાજકોટ થી દિલ્હી માટેની વહેલી સવારની બે-બે ફ્લાઈટ શરૂ થતાં ખાસ કરીને રાજકોટનાં વેપારીઓ અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ધરાવતા પેસેન્જરને મોટો ફાયદો થયો છે.
26 ઓક્ટોબરથી 28 માર્ચ સુધી વિન્ટર શેડ્યુલમાં દિલ્હી માટેની કુલ ચાર ફલાઇટ આખા દિવસ દરમિયાન મળશે.જેમાં એરઇન્ડિયા અને ઈન્ડિગોની બે-બે મળી કુલ 4 ફલાઈટ રાજકોટથી ઉડાન ભરશે.આ શેડયૂઅલને પગલે દિલ્હીની કનેકટીવિટી સરળ બની છે.
આ પણ વાંચો : ક્રિપ્ટો કરન્સીને દેશના કાયદા હેઠળ મિલકત ગણી શકાય : મદ્રાસ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
પ્રથમ દિવસે એરઇન્ડિયાની ફલાઇટ 321 ટાઈપ એરક્રાફટમાં 182 પેસેન્જરો જેમાં 12 બિઝનેસ કલાસ અને 170 ઇકોનોમીમાં નોંધાયા હતા.આ ફલાઇટ દરરોજ સવારે દિલ્હીથી 9 વાગ્યે હીરાસર આવશે અને રાજકોટથી 10.10 મિનિટએ ઉડાન ભરશે.જ્યારે ઈન્ડિગોમાં પ્રથમ દિવસે 186 પેસેન્જરોએ મુસાફરી કરી હતી.આ ફલાઇટ દરરોજ સવારે 8.05 કલાકે દિલ્હી માટે ટેકઓફ થશે.એક દિવસમાં 350 થી વધુ પેસેન્જરોએ ઉડાન સવારની બંને ફલાઇટમાં ભરી છે.
