128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ધૂમ મચાવશે ક્રિકેટ
ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ક્રિકેટને ફરીથી ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું છે. 128 વર્ષ બાદ ફરીથી બોલરો તેમની ધારદાર બોલિંગથી તબાહી મચાવતા જોવા મળશે. જ્યારે ઓલિમ્પિકમાં બેટ્સમેનો ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જોવા મળશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્રિકેટની રમતને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે.
આ અગાઉ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બેચે જણાવ્યું હતું કે એક્ઝિક્યુટિવ બોર્ડના અધિકારીઓએ બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસ વગેરે પાંચ નવી રમતોમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવાની મંજૂરી આપી હતી. જો કે, 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં સ્થાનની ખાતરી આપવામાં આવે તે પહેલાં પાંચ મંજૂર કરાયેલી રમતોને સોમવારે મતદાનમાં IOC સભ્યપદમાંથી મત મેળવવાની પ્રક્રિયા હતી. જે હવે પૂરી થઈ ગઇ છે.