મણિપુરના છ વિસ્તારોમાં ફરીથી લાગુ થયો AFSPA
કેન્દ્ર સરકાર દ્વારા મણિપુરના હિંસા પ્રભાવિત જિરીબામ સહિત છ જિલ્લાઓને અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં AFSPA કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે આજે મણિપુરના પાંચ જિલ્લાઓ (ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ ઇસ્ટ, જિરીબામ, કાંગપોકપી, સેકમાઈ અને લમસાંગ અને બિષ્ણુપુર)નાં છ પોલીસ સ્ટેશનોમાં સશસ્ત્ર દળો (વિશેષ સત્તાઓ) અધિનિયમ, 1958 ને AFSPA તાત્કાલિક અસરથી 31 માર્ચ, 2025 સુધી લંબાવ્યો છે.
આ તાજો આદેશ મણિપુર સરકાર દ્વારા એક ઓક્ટોબરે આ છ પોલીસ સ્ટેસન સહિત 19 પોલીસ સ્ટેશનો સિવાય રાજ્યમાં અફસ્પા લાગુ કર્યા પછી આવ્યો છે. મણિપુરના જિરીબામ જિલ્લામાં ઉગ્રવાદીઓએ એક પોલીસ સ્ટેશન અને CRPF શિબિર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ત્યારે બાદ સુરક્ષા દળો સાથે અથડામણમાં 11 સંદિગ્ધ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.