અદાણીએ સરકારી માલિકીની કંપનીને સોલાર પાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો
પાવર સપ્લાય માટે ગ્રાહકો ન મળવાને કારણે નફો ગુમાવવાનું જોખમ સર્જાતા લાંચ ની યોજના બનાવી
અમેરિકી અદાલતમાં રજૂ કરવામાં આવેલા આરોપનામાં અનુસાર અદાણી જૂથે સરકારની માલિકીની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ને 12 ગિગાવોટ સોલર પાવર પૂરો પાડવા માટેનો કરાર મેળવ્યો હતો.પરંતુ SECIને ભારતમાં સોલર પાવર ખરીદવા માટે ખરીદનાર ન મળતા કરાર આગળ વધી શકતો નહોતો અને બંને કંપનીઓ અપેક્ષિત નફો ગુમાવે તેવું જોખમ સર્જાયું હતું. ત્યાર બાદ અદાણી ગ્રુપ અને એઝ્યોર પાવરે ભારતીય સરકારના અધિકારીઓને ભ્રષ્ટાચાર આપવા માટેની યોજના બનાવી હતી.
આ આરોપનામામાં ગૌતમ અદાણીને ઇન્ડિયન એનર્જી કંપનીના સ્થાપક અને ચેરમેન તરીકે ઓળખવામાં આવ્યા છે. તેમના ભત્રીજા સાગર અદાણીને એનર્જી કંપની (અદાણી ગ્રીન એનર્જી)ના કાર્યકારી નિર્દેશક તરીકે દર્શાવવામાં આવ્યા છે. એઝ્યોર પાવરના CEO તરીકે સેવા આપવાર રંજીત ગુપ્તા અને એઝયોર પાવરના કન્સલ્ટન્ટ અને સીઈઓ રૂપેશ અગ્રવાલનો “યુએસ ઇશ્યુર” માટે કાર્યરત વ્યક્તિઓ તરીકે તરીકે ઉલ્લેખકરવામાં આવ્યા છે.
“ભારતીય એનર્જી કંપની” અને “યુએસ ઇશ્યુર”એ
રાજ્યની વિજ વિતરણ કંપનીઓને SECI સાથે પાવર સપ્લાય કરવા માટે પ્રોત્સાહિત કરે એ માટે ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવાની યોજના બનાવી હોવાનો આરોપ લગાવાયો છે. તેમાં જણાવ્યા મુજબ લાંચ ની રકમ નો મોટો હિસ્સો આંધ્ર પ્રદેશ
સરકારના અધિકારીઓને આપવામાં આવ્યો હતો. બાદમાં કેટલાક અન્ય રાજ્યોની વીજ કંપનીઓએ પણ SECI સાથે કરાર કર્યા હતા.ઇન્ડીયન એનર્જી કંપની અને યુએસ ઇશ્યુરએ લાંચની રકમની ચુકવણી કરી હતી. આરોપનામામાં જણાવવાનું અનુસાર સંડોવણી છુપાવવા માટે કાવતરાખોરોએ કોડ નેમ્સ નો ઉપયોગ કર્યો હતો. આ કથિત કૌભાંડમાં સંદેશા વ્યવહાર એન્ક્રિપ્ટેડ મેસેજિંગ મારફતે કરવામાં આવ્યો.
આરોપનામાં કહેવામાં આવ્યું છે કે “યુએસ ઇશ્યુર” તરીકે રંજિત ગુપ્તાએ 2019-2022 સુધી એઝ્યોર પાવરના CEO તરીકે સેવા આપી હતી.2022-2023 દરમિયાન, રૂપેશ આગરવાલે ચાર્જ લીધો હતિ.ભ્રષ્ટાચારની વાયદા મુજબની રકમ ચૂકવવા માટેની યોજનાઓ બનાવવાની બેઠક યોજાઈ હતી.આરોપોમાં પ્રોજેક્ટના ભાગોને ટ્રાન્સફર કરવાનો અથવા ચુકવણીઓને ફી તરીકે છુપાવવાનો સમાવેશ થાય છે.આ આખા કૌભાંડમાં ગૌતમ અદાણી સીધી રીતે સંડોવાયેલા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.