એક્ટ્રેસ રાન્યા રાવની મુશ્કેલીઓ વધી : સોનાની તસ્કરીના કેસમાં ધરપકડ, એરપોર્ટ પરથી ૧૪ કિલો સોનું મળી આવ્યું
સોનાની તસ્કરીના કેસમાં મોટી કાર્યવાહી કરતાં બેંગલુરૂના ડી.આર.આઇ.એ કન્નડ અભિનેત્રી રાન્યા રાવને કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેમની પાસેથી 14.80 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે . રાન્યા વારંવાર ઇન્ટરનેશનલ ટ્રીપના લીધે ડી.આર.આઇ.ની દેખરેખમાં હતી. તે 3 માર્ચે રાત્રે દુબઇથી ફ્લાઇટથી બેંગલુરૂ પહોંચી હતી, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો ??
કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવની દુબઈથી ૧૨.૫૬ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ૧૪.૨ કિલો સોનાની દાણચોરીના આરોપસર બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે, જે દરમિયાન 2 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓએ રાણ્યા રાવના લવેલ રોડ પરના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, જ્યાં તે તેના પતિ સાથે રહે છે.
સર્ચ દરમિયાન, 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. તેમની કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. રન્યા રાવ, જે કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથે ફિલ્મ ‘માનિક્ય’ (2014) માં તેની ભૂમિકા માટે જાણીતી છે, તે ઘણી અન્ય દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ જોવા મળી છે.
રાન્યા રાવ કોણ છે ?
રાન્યા રાવ એ IPS અધિકારી રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે, જે હાલમાં કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે કાર્યરત છે. ડીઆરઆઈએ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી અને અભિનેત્રી દુબઈથી અમીરાતની ફ્લાઇટમાં આવી ત્યારે એરપોર્ટ પર તેની ધરપકડ કરી હતી.
સોમવારે રાત્રે ધરપકડ બાદ રાવને આર્થિક ગુના અદાલતમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેમને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. ડીઆરઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 33 વર્ષીય અભિનેત્રી વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતી હોવાથી તેના પર દેખરેખ રાખવામાં આવી હતી. અધિકારીઓને જાણવા મળ્યું કે તેણી 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી, જેનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શંકા ઉભી થઈ હતી. જ્યારે તે ભારત પાછી ફ્રી , ત્યારે એક લક્ષિત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તેની ધરપકડ કરવામાં આવી.
રાન્યા પોતાને ડીજીપીની પુત્રી ગણાવીને તપાસથી બચતી હતી
ડીઆરઆઈના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર પહોંચ્યા પછી, રાન્યા રાવ પોતાને ડીપીજીની પુત્રી તરીકે ઓળખાવતી હતી અને સ્થાનિક પોલીસ કર્મચારીઓને ઘરે મૂકવા માટે બોલાવતી હતી. ડીઆરઆઈ હવે તપાસ કરી રહી છે કે શું આ પોલીસ કર્મચારીઓની દાણચોરીના નેટવર્કમાં કોઈ સંડોવણી હતી કે અજાણતાં તેનો ઉપયોગ થઈ રહ્યો હતો.