Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

એક્ટ્રેસ રાન્યા રાવ કોર્ટમાં રડવા લાગી : DRI પર લગાવ્યા માનસિક ઉત્પીડનના આરોપ, સોનાની દાણચોરીમાં કરી’તી ધરપકડ

Mon, March 10 2025


દુબઈથી સોનાની દાણચોરી કરતી વખતે બેંગલુરુ એરપોર્ટ પર પકડાયેલી અભિનેત્રી રાન્યા  રાવને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન, રાન્યા એ DRI (રેવન્યુ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ) ના અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો. રાન્યા કોર્ટમાં રડી પડી. જ્યારે કોર્ટે તેમને પૂછ્યું કે શું તેમને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે કોઈ શારીરિક ત્રાસ આપવામાં આવ્યો ન હતો પરંતુ તેમની સાથે દુર્વ્યવહાર અને ધમકી આપવામાં આવી હતી. હું આઘાતમાં છું અને ભાવનાત્મક રીતે ખૂબ જ ભાંગી પડી છું. આ અંગે ડીઆરઆઈએ કોર્ટને જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થઈ ગઈ છે.  


રાન્યાએ DRI અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ મૂક્યો

હાજરી દરમિયાન કોર્ટે રાન્યાને ઘણા પ્રશ્નો પૂછ્યા હતાં. કોર્ટે અભિનેત્રીને પૂછ્યું કે શું તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો? આથી અભિનેત્રી કોર્ટમાં જ રડી પડી હતી અને DRI અધિકારીઓ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે તેને પૂછ્યું કે, શું તેણે તબીબી સારવાર લીધી છે? આ સવાલનો જવાબ આપતા અભિનેત્રીએ ધ્રૂજતા અવાજમાં દાવો કર્યો કે તેને માનસિક ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. રાન્યાએ કોર્ટને કહ્યું કે, ‘જો હું જવાબ નહીં આપું તો તેઓ મને ધમકી આપી છે કે, હું કોર્ટમાં જવાબ નહીં આપુ તો મારી સાથે તેઓ આગળ કંઈ પણ કરી શકે છે.

થર્ડ ડિગ્રીનો ઉપયોગ કર્યો હતો ?

કોર્ટે રાન્યાને પૂછ્યું હતું કે, શું તેની પૂછપરછમાં થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતાં રાન્યાએ કહ્યું કે,, ‘મને માર મારવામાં આવ્યો નથી. પરંતુ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જેના કારણે મને ઘણી માનસિક તકલીફ થઈ છે.

ડીઆરઆઈએ આરોપોને ફગાવ્યા

કોર્ટમાં અભિનેત્રીની હાજરી દરમિયાન છથી વધુ ડીઆરઆઈ અધિકારીઓ હાજર હતા. રાન્યાના દાવાને ફગાવીને તેણે રાન્યા પર સવાલોના જવાબ ન આપવા અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન, તપાસ અધિકારી (IO)એ કોર્ટને જાણ કરી હતી કે DRI અધિકારીઓ દ્વારા રાન્યાને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી નથી.

‘અમે રેકોર્ડની સંપૂર્ણ તપાસ કરી છે’

અધિકારીએ કહ્યું, ‘પૂછપરછ દરમિયાન તે કોઈ પણ સવાલનો જવાબ આપી રહી નથી.. જ્યારે પણ અમે પૂછીએ છીએ ત્યારે તે મૌન રહે છે. અમે સમગ્ર તપાસ રેકોર્ડ કરી લીધી છે. IOએ વધુમાં આરોપ લગાવ્યો, ‘જ્યારે તેમને પુરાવા બતાવવામાં આવ્યા હતા અને ચોક્કસ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, ત્યારે પણ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. કોર્ટમાં દાખલ થતાં જ તેના વકીલોએ તેને શું બોલવું તે અંગે સૂચના આપી હતી.


૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલી કન્નડ અભિનેત્રી હર્ષવર્ધિની રાન્યા  ઉર્ફે રાન્યા  રાવને સોમવારે આર્થિક ગુનાઓ માટેની વિશેષ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી હતી. અભિનેત્રી પૂછપરછ માટે ત્રણ દિવસ માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની કસ્ટડીમાં હતી. ડીઆરઆઈએ જણાવ્યું હતું કે તેમણે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાન્યા  રાવ પાસેથી ૧૨.૫૬ કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. રાવ ભારતીય પોલીસ સેવા (IPS) ના વરિષ્ઠ અધિકારી રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. ડીજીપી રેન્કના અધિકારી રામચંદ્ર રાવ હાલમાં કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

પહેલાં વૈકલ્પિક જગ્યા આપો પછી લોકોને ઘરવિહોણા કરો !

Next

રાજકોટ એઈમ્સના તબીબો ગુજરાતીના પાઠ ભણશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
7 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
7 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

સલમાન ખાનના ઘરે કોણ મળવા ગયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવી એર સ્ટ્રાઈક 15 ના મોત : અનેક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત કરતા વિજયભાઈ રૂપાણી
ગુજરાત
10 મહિના પહેલા
Delhi Assembly election 2025 : દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત : કાલે મતદાન, ‘આપ’ માટે સતા ટકાવવાનો સંઘર્ષ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર