એસિડ એટેક કરનારા સામે હત્યાના પ્રયાસનો કેસ ચલાવોઃ સુપ્રીમ કોર્ટ
દેશમાં ગમે ત્યાં એસિડ એટેક કરનારા બદમાશોની હવે ખેર નથી. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે આવા એક કેસ અંગે સુનાવણી દરમિયાન એવું ફરમાન ર્ક્યુ હતું કે, એસિડ એટેક કરનારા સામે હત્યાના પ્રયાસનો કેસ ચાલવો જોઇએ. એવા બનાવ કે જેમાં પીડીતને બળજબરીથી એસિડ પીવડાવવાનો આરોપ હોય તેવા કેસમાં ખાસ આ કલમનો ઉપયોગ થવો જોઇએ. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ બાગચીની બેંચે આ મુજબ ઠરાવ્યું હતું. સામાન્ય રીતે આવા કેસમાં ગંભીર ઇજા કરવાની કલમ લગાડવામાં આવે છે પરંતુ હવે હત્યાના પ્રયાસની કલમ લાગવી જોઇએ અને બીએનએસની કલમ 109 હેઠળ જ કેસ ચાલવો જોઇએ.
2009ના એસિડ એટેક અંગેના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે આવા બનાવને ખુબ જ ગંભીર ગણાવ્યા હતાં. દેશમાં ગમે ત્યાં આવી ઘટનાઓ બની રહી છે અને તેને રોકવા માટે સુપ્રિમ કોર્ટે હત્યાના પ્રયાસનો કેસ ચલાવવાની ભલામણ કરી છે.
