યુપીમાં અકસ્માતોની ઘટના યથાવત : ફરી કેટલાના મોત થયા ? વાંચો
છેલ્લા ઘણા દિવસોથી મહાકુંભ જતાં અને આવતા રસ્તામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યાં ફરીવાર વારાણસી-લખનૌ નેશનલ હાઈવે 731 ના સરોખનપુર અંડર પાસ પર ભીષણ માર્ગ દુર્ઘટના થઈ હતી જેમાં ૪ વાહનો અથડાઇ પડતાં ૯ લોકોના મોત થઈ ગયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ લોકો અયોધ્યા અને કાશીની ધાર્મિક યાત્રા પર નીકળ્યા હતા.

બે વાહનોની ટક્કરમાં ટાટા સૂમોમાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યા. જ્યારે છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તે ઘટનાના સમયે એક બસ ટ્રેલર સાથે અથડાઈ ગઈ. આ દુર્ઘટનામાં બસમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા જ્યારે 27 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલ રેફર કરી દેવાયા છે. દુર્ઘટના બાદ વધુ એક શ્રદ્ધાળુનું મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. દરમિયાન મૃતકોની સંખ્યા નવ થઈ ગઈ હતી.
બસમાં સવાર તમામ લોકો દિલ્હીના હોવાનું બહાર આવ્યું હતું જે ચિત્રકૂટથી પ્રયાગરાજ થઈને વારાણસી દર્શન બાદ અયોધ્યા જઈ રહ્યાં હતાં. સૂમો સવાર તમામ ઝારખંડના છે, જે વારાણસીથી અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યાં હતાં.
ઘટના બાદ સ્થળ પર બૂમો પડવા લાગી. ઘટના તે સમયે થઈ જ્યારે બસમાં સવાર દર્શનાર્થી સૂઈ ગયા હતાં. અચાનક ઝડપી અવાજ સાથે બસ ટ્રેલરથી અથડાઈ તો દર્શનાર્થી ચોંકી ગયા. સૂતાં હોવાના કારણે ઘણા લોકો અચાનક ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમ સાથે પહોંચી ગઈ હતી. પોલીસ કર્મચારીઓએ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.