અભિષેક શર્માએ યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ : પાકિસ્તાન સામે રમી તોફાની ઇિંનગ, જાણો કઈ સિદ્ધિ હાંસલ કરી
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ-2025 ના સુપર-4ના યુદ્ધમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. ભારતે ગ્રુપ મેચ સાત વિકેટથી જીતી હતી. પહેલા બેિંટગ કરતા પાકિસ્તાને ભારત માટે 172 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં, ભારતીય ટીમે 19મી ઓવરમાં જ જીત મેળવી લીધી. અભિષેક શર્માએ 39 બોલમાં 74 રનની તોફાની ઇિંનગ રમી હતી. ગિલ ફિફ્ટી ચૂકી જતા તે 47 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી.

અભિષેક શર્મા ભારતની જીતનો હીરો
ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા પાકિસ્તાન સામે સુપર 4 મેચમાં ભારતની જીતનો હીરો રહ્યો. પ્લેયર ઓફ ધ મેચ અભિષેક શર્માએ માત્ર 39 બોલ રમીને 74 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. આ વિસ્ફોટક ઇનિંગ દરમિયાન અભિષેક શર્માએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી.
𝗔 𝗰𝗹𝗶𝗻𝗶𝗰𝗮𝗹 𝘄𝗶𝗻 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗯𝗮𝗴 𝗶𝗻 #𝗦𝘂𝗽𝗲𝗿𝟰! 🙌#TeamIndia continue their winning run in the #AsiaCup2025! 👏 👏
— BCCI (@BCCI) September 21, 2025
Scoreboard ▶️ https://t.co/CNzDX2HKll pic.twitter.com/mdQrfgFdRS
અભિષેક શર્માએ યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો
બોલનો સામનો કરવાના સંદર્ભમાં, અભિષેક T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 50 છગ્ગા ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. તેણે માત્ર 331 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી. અભિષેકે વેસ્ટ ઈન્ડિઝના એવિન લુઈસનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, જેમણે 366 બોલમાં 50 છગ્ગા ફટકાર્યા હતા. આન્દ્રે રસેલ (વેસ્ટ ઈન્ડિઝ) ત્રીજા, હઝરતુલ્લાહ ઝાઝાઈ (અફઘાનિસ્તાન) ચોથા અને સૂર્યકુમાર યાદવ (ભારત) પાંચમા ક્રમે છે. નોંધનીય છે કે, અભિષેક 350 બોલથી ઓછા સમયમાં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 50 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે.

અભિષેક શર્માએ આ સંદર્ભમાં યુવરાજ સિંહને પાછળ છોડી દીધો
અભિષેક શર્મા પાકિસ્તાન સામે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અડધી સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો છે. 24 બોલમાં અડધી સદી ફટકારીને અભિષેકે તેના માર્ગદર્શક યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો. યુવરાજે 2012માં અમદાવાદ T20માં પાકિસ્તાની ટીમ સામે 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ મોહમ્મદ હાફીઝના નામે છે. હાફિઝે 2012 માં અમદાવાદમાં 23 બોલમાં અડધી સદી પણ ફટકારી હતી.

ભારત-પાકિસ્તાન મેચ (T20I) માં સૌથી ઝડપી અડધી સદી
23 બોલ – મોહમ્મદ હાફિઝ, અમદાવાદ 2012
24 બોલ – અભિષેક શર્મા, દુબઈ 2025 *
29 બોલ – યુવરાજ સિંહ, અમદાવાદ 2012
32 બોલ – ઇફ્તિખાર અહેમદ, મેલબોર્ન 2022
33 બોલ – મિસ્બાહ-ઉલ-હક, ડરબન 2007
મેચવિનિંગ ઇનિંગ રમ્યા પછી, અભિષેક શર્માએ કહ્યું, “આજે બધું ખૂબ સરળ લાગતું હતું. તેઓ કોઈ કારણ વગર અમારી સામે જે રીતે આવી રહ્યા હતા તે મને ગમ્યું નહીં. મેં તેમની સામે આક્રમક અભિગમ અપનાવ્યો અને ટીમ માટે મારું શ્રેષ્ઠ આપવા માંગતો હતો. હું શાળાના દિવસોથી શુભમન ગિલ સાથે રમી રહ્યો છું. અમે એકબીજાની કંપનીનો આનંદ માણીએ છીએ. અમે વિચાર્યું કે આજે અમારે તે બતાવવું પડશે, અને અમે કર્યું. તેઓ જે રીતે પ્રતિભાવ આપે છે તેનો મને ખરેખર આનંદ આવ્યો. હું સખત મહેનત કરવાનું ચાલુ રાખું છું. જ્યારે મારો દિવસ હોય છે, ત્યારે હું હંમેશા મારી ટીમ માટે જીત સાથે પાછો ફરું છું.”

25 વર્ષીય અભિષેક શર્માએ ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં ૨૧ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 35.40 ની સરેરાશ અને 197.21 ના સ્ટ્રાઇક રેટથી 708 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. ડાબા હાથના આ બેટ્સમેને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 53 છગ્ગા અને 63 ચોગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચો : એશિયા કપના સુપર-4 મેચમાં ભારતે ફરી પાકિસ્તાનને રગદોળી નાખ્યું : 6 વિકેટે શાનદાર વિજય,અભિષેક શર્માની તોફાની ઇનિંગ
અભિષેક શર્માએ પહેલી જ ઓવરમાં ફરહાનનો સરળ કેચ છોડી દીધો
આ પહેલા પાકિસ્તાન તરફથી ફખર ઝમાન અને ફરહાને ઇિંનગની શરૂઆત કરી હતી. અભિષેક શર્માએ પહેલી જ ઓવરમાં ફરહાનનો સરળ કેચ છોડી દીધો હતો. પાકિસ્તાને પહેલી ઓવરમાં 6 રન બનાવ્યા. જોકે, જ્યારે હાર્દિક પોતાની બીજી અને મેચની ત્રીજી ઓવર નાખવા આવ્યો, ત્યારે તેણે ફખર ઝમાનને આઉટ કર્યો હતો ફખર 15 રન બનાવીને આઉટ થયો હતો. સંજુએ શાનદાર કેચ પકડ્યો. ફખરના આઉટ થયા પછી, સેમ અયુબ બેિંટગ કરવા આવ્યો. બંનેએ બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી, જે દરમિયાન ફરહાને 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. શિવમ દુબેએ સેમ અયુબને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. અયુબે 21 રન બનાવ્યા. ત્યારબાદ કુલદીપ યાદવે 10 રન બનાવીને હુસૈન તલાતને આઉટ કર્યો હતો. ત્યારબાદ શિવમ દુબેએ 15મી ઓવરમાં ફરહાનની વિકેટ લીધી. ફરહાન 58 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સલમાન આગા અને નવાઝે 33 રન ઉમેર્યા હતા પરંતુ નવાઝ 19મી ઓવરમાં રન આઉટ થયો. પાકિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા.
