‘અબ્દુલ્લા સરકાર ‘સલામત: ચાર અપક્ષ ધારાસભ્યોએ ટેકો આપ્યો
જમ્મુ કાશ્મીરમાં સ્થિર શાસનનો માર્ગ મોકળો થયો
ઈન્ડીયા ગઠબંધન સંખ્યા બળ 52 નું થઈ ગયું
જમ્મુ કાશ્મીર વિધાનસભામાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ચાર ધારાસભ્યોએ નેશનલ કોન્ફરન્સને ટેકો જાહેર કર્યો હતો. એ સાથે જ ઈન્ડીયા ગઠબંધનના સંખ્યાબળ 52 નું થયું છે. 90 બેઠકો ધરાવતી જમ્મુ કાશ્મીર વિધાનસભામાં સરકાર પાંચ મનોમિત ધારાસભ્યોની નિમણૂક કરે તે પછી બહુમતી માટે 48 બેઠકોની જરૂર હતી. હવે આ ધારાસભ્યોએ ટેકો જાહેર કરતા નેશનલ કોન્ફરન્સ પૂર્ણ બહુમતી સાથે સરકાર રચવા સક્ષમ બની ગઈ છે.
ગુરુવારે ઇન્દરવાલ બેઠક પરથી ચૂંટાયેલા પ્યારેલાલ શર્મા, છાબ બેઠકના ધારાસભ્ય સતિશ શર્મા, સુરણકોટ બેઠકના અપક્ષ વિજેતા ચૌધરી મહમદ અક્રમ અને બાની બેઠકના અપક્ષ ધારાસભ્ય ડોક્ટર રામેશ્વર સિંઘે
નેશનલ કોન્ફરન્સ ને સમર્થન જાહેર કર્યું હતું.
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સને 42 અને તેના સાથી પક્ષ કોંગ્રેસને 6 બેઠકો મળી હતી.