૨૬મીએ વડાપ્રધાન મોદીના ઘરનો ઘેરાવ કરશે આમ આદમી પાર્ટી
દારુ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આગામી તાસ. ૨૬મી માર્ચના રોજ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરનો ઘેરાવ કરશે.
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલના વધતા જતા કદથી ભાજપના નેતાઓ હેરાન છે અને તેથી તેમને જેલમાં મોકલીને લોકસભાની ચૂંટણીના પ્રચારથી દુર રાખવા માગે છે. અમે આ બાબતને લોકો સમક્ષ લઇ જવા માગીએ છીએ અને તેથી ૨૬મીએ વડાપ્રધાનના ઘરને ઘેરાવ કરવાનો નિર્ણય લીધો છે.