અદભુત શ્વાન પ્રેમ પાલત સ્વાન બીમાર પડતાં બકિંગ આમ પેલેસનું આમંત્રણ ઠુકરાવ્યું હતું
તાજ હોટલમાં શ્વાનના પ્રવેશને સત્તાવાર છૂટ હતી ટાટા હાઉસ શેરી શ્વાનોનું આશ્રયસ્થાન બન્યું
રતન તાતાનો શ્વાન પ્રેમ અદભુત હતો. તેમની માલિકીની પંચતકારક તાજ હોટેલમાં શેરીના રખડતા શ્વાનોને પણ પ્રવેશવાની છૂટ હતી. એ શ્વાન ગમે ત્યાં પડ્યા હોય તો પણ તેમને હાંકી કાઢવાની મનાઈ હતી. ટાટા હાઉસમાં પ્રવેશતા લોકોનું ચેકિંગ થતું પરંતુ શ્વાનોને વિનારોટોક પ્રવેશ મળતો. એ ભવ્ય ભવન રખડતા શ્વાનોનું આશ્રયસ્થાન હતું.
એક કિસ્સો ખૂબ પ્રખ્યાત છે. 2018ના ફેબ્રુઆરી મહિનામાં રતન ટાટાને બ્રિટનના તત્કાલિન રાજકુમાર પ્રિન્સ ચાર્લ્સ તરફથી લંડ બેકિંગહામ પેલેસમાં યોજાયેલા કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.એ કાર્યક્રમમાં રતન ટાટાને તેમના પરોપકારી કાર્યો બદલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવાનો હતો. જોકે એ કાર્યક્રમના થોડા દિવસો પહેલા જ તેમનો પાલતુ શ્વાન ‘ ટીટો ‘ બીમાર પડતા રતન ટાટાએ એ કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે મારો શ્વાન બીમાર હોય ત્યારે હું લંડન ન જઈ શકું.થોડા મહિના પહેલા એક બીમાર શ્વાનને રક્તની જરૂર પડતા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને જરૂરી રક્ત ગ્રુપ શોધી આપવા વિનંતી કરી હતી.
ફેબ્રુઆરી મહિનામાં તેમણે 165 કરોડના પાલતુ શ્વાન હોસ્પિટલ ના પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો. જુલાઈ મહિનામાં મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં ટાટા ટ્રસ્ટ સ્મોલ એનિમલ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું,” પાલતુ પ્રાણીઓ આપણો જ પરિવાર છે. પાલતુ પ્રાણીઓની નોંધપાત્ર વસ્તી ધરાવતા આટલા મોટા દેશમાં એવી સુવિધા કેમ નથી કે જે તેમના જીવન બચાવી શકે અને પાલતુ પ્રાણીઓના જીવન બેહતર કરી શકે?”