ચેન્નાઈનું ગામ આ ઇસરોને જરૂરી માટી આપે છે
ચંદ્રથી મળતી આવે છે દેશના આ જિલ્લાની જમીન
બહુ ઓછા લોકોને ખબર હશે કે ચેન્નાઈથી 400 કી. મી. દૂર આવેલ નામક્કલ નામનું ગામ પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ ગામ 2012 થી ચંદ્રયાન મિશન માટે ઊપયોગી બનેલું છે અને સંશોધન માટે ઇસરોને માટી પૂરી પાડે છે.
આ વિસ્તારની જમીન ચંદ્રમાની સપાટીથી મળતી આવે છે. ગામની માટીથી ઇસરો પોતાના મહત્વના કામ કરે છે. લેન્ડર મોડ્યુલની કેપેસિટીની ચકાસણી કરવા અને તેમાં સુધારા કરવા માટે ગામની માટી કામ લાગે છે. આમ તામિલ નાડુનું પણ ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે.