અમેરિકા ફરવા ગયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાનું હાર્ટ એટેકથી નિધન
વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરીનું હાર્ટ એટેકથી મોત થયું છે. તેઓ પોતાના પરિવાર સાથે અમેરિકા ફરવા ગયા હતા, આ દરમિયાન તેમના અચાનક નિધનથી ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
વિગતો મુજબ, વડોદરાના પૂર્વ મેયર અને ગુજરાત કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરી પરિવાર સાથે અમેરિકાના પ્રવાસે ગયા હતા. દરમિયાન તેઓ પોતાના મિત્રો સાથે સાઉથ અમેરિકાના ટાપુ પર ફરવા ગયા હતા. રાત્રે તેઓ સૂઈ ગયા પછી સવારે ઉઠ્યા જ નહીં. આથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ચિરાગ ઝવેરી 66 વર્ષની વયના હતા અને તેઓ 33 વર્ષ સુધી કાઉન્સિલર રહ્યા હતા.
