પ્રાગ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ કર્યો અંધાધુંધ ગોળીબાર : જુઓ કેટલા મોત થયા
- વિદ્યાર્થીએ પિતાને પણ ગોળી મારીને મારી નાખ્યા હતા
સેન્ટ્રલ પ્રાગ યુનિવર્સિટીમાં એક બંદૂકધારીના અંધાધૂધ ગોળીબારમાં 15થી વધુ લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ગોળીબાર કરનાર ચાર્લ્સ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સનો 24 વર્ષીય વિદ્યાર્થી હતો. આ હુમલાખોરનો મૃતેદહ પણ આ ઘટનાસ્થળેથી મળ્યો હતો, એમ પોલીસે કહ્યું હતું. જોકે આ વિદ્યાર્થીએ પોતાના પિતાને પ્રાગની પશ્ચિમે આવેલા હોસ્ટન ગામમાં ગોળી મારીને હત્યા કરી હતી.
ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની એક યુનિવર્સિટીમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે એક વિદ્યાર્થીએ અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જેના કારણે 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં પોલીસે કહ્યું કે શૂટર માર્યો ગયો છે. જોકે પોલીસે આરોપીની ઓળખ જાહેર કરી નથી. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા લોકોમાં આરોપી શૂટર પણ સામેલ હતો. પોલીસના જણાવ્યા અનુસાર હાલ આખી ઇમારતને ખાલી કરાવવામાં આવી છે. પ્રાગના ઓલ્ડ ટાઉન નજીક ચાર્લ્સ યુનિવર્સિટીના આર્ટ્સ વિભાગમાં આ ગોળીબાર થયો હોવાનું કહેવાય છે.